અમદાવાદમાં હવામાં ઉડતી ઝીણી મસીથી લોકો ત્રાહિમામ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદની આસપાસ આવેલા ખેતરોમાં ઉગેલો ઉભો પાક લણવાની પ્રક્રિયા પૂર્ણ થવાને કારણે મસીનું સામ્રાજય છવાઈ ગયુ છે રસ્તામાં ઉડતી મસીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ખાસ કરીને દ્વિ-ચક્રી વાહનચાલકોની હાલત કફોડી થઈ ગઈ છે. ઉડતી-ઉડતી મસી આંખમાં પડી જાય તો ચાલુ વાહને તકલીફ સર્જાઈ શકે છે.
જાેકે શહેરમાં પ્રતિવર્ષ ફેબ્રુઆરી મહિનમાં મસીનો ઉપદ્રવ જાેવા મળતો હોય છે. ખા સતો શહેરની આસપાસ ખેતરોમાં એરંડાના પાકને લણી લેવામાં આવતા જ ખેતરોમાં રહેલી મસીનું આક્રમણ શહેર તરફ થયુ છે એટલુ જ નહિ નદીઓમાં છોડવામાં આવતા પ્રદુષિત પાણીને કારણે તથા લીલથી પણ મસીનો ઉપદ્રવ જાેવા મળે છે.
અમદાવાદ શહેરમાં જયાંથી કેનાલો પસાર થાય છે ત્યાં પણ આવી સ્થિતિનું સર્જન થતુ અવાર નવાર જાેવા મળે છે. અમદાવાદમાં તો ઝીણી-ઝીણી ઉડતી મસીનું આગમન થઈ ગયુ છે.
જેને લીધે વાહનચાલકોની સાથે રસ્તા પર પસાર થતા નાગરિકો પણ તોબા પોકારી ઉઠયા છે. કોઈ એક જ વિસ્તાર નહી સમગ્ર અમદાવાદમાં મસી ફેલાઈ ગઈ છે. હવે જયારે ધોમધખતો તાપ પડશે ત્યારે આ મસીનો સફાયો થશે બાકી મસીથી બચવા વાહન પર હેલ્મેટ પહેરવી સારી રહેશે અગર તો મોં- આંખોને કવર કરીને રાખવુ પડશે.