ઉમ્મીદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમા સમૂહ લગ્ન અને સાથે રક્તદાન કેમ્પ નું આયોજન
ગોધરા, ગોધરા ખાતે ઉમ્મીદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમું સમૂહ લગ્ન અને સાથે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૩ યુગલોએ મુસ્લિમ શરિયત પ્રમાણે નિકાહની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.
ગોધરા ખાતે ઉમ્મીદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા સાત વર્ષથી સમાજમાં થી દહેજ પ્રથા અને ખોટા રીતરિવાજો અને કુરિવાજો દૂર થાય અને નેસ્ત નાબુદ થાય તે હેતુસર એક જ સ્થળે સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે.
જે મુજબ આઠમા લગ્ન મહોત્સવમાં ૨૩ દુલ્હા દુલ્હનને ગોધરા શહેરના દરેક સમાજના આગેવાનો તેમજ ઉમ્મીદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંસાર માંડવા માટે ઘર વખરી નો જરૂરી સામાન પૂરો પાડવામાં આવ્યો હતો.
ઉમ્મીદ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અબ્દુલ સિરાજ કમરુભાઈ (દિલુ હાજી)એ જણાવ્યું હતું. આ પ્રસંગે નવદંપતીને દુલ્હને શુભેચ્છાઓ આપવા માટે ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી , દેવગઢ બારીયા પૂર્વ ધારાસભ્ય તુષાર બાબા સાહેબ, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો માંથી ફિરોજભાઈ મેમણ
(પ્રભારી ગુજરાત અને મહારાષ્ટ્ર) તેમજ સાધનાબેન સાવલિયા (મહિલા પ્રમુખ ગુજરાત) મકરાણી મઝહરઅલી (પ્રમુખ દાહોદ) અને એ. કે. શેખ (દિલુ હાજી )( પ્રમુખ-પંચમહાલ ), ઉદ્યોગપતિ હાજી ફિરદૌસ કોઠી , હાજી અનીસ વિરાણી (અલફલાહ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ),
હનીફ હાજી કલંદર,દક્ષેશ પટેલ, ઉદય પટેલ, મુસ્તુફાભાઈ પુનાવાલા, મેહબૂબ બક્કર સહીત દરેક સમાજના અગ્રણીઓ ,રાજકીય પાર્ટીના આગેવાનો, ઓલમાઓ ઉપસ્થિત રહી તમામ નવદંપતીને આશીર્વાદ શુભેચ્છાઓ પાઠવી હતી. તસ્વીર:- મનોજ મારવાડી, ગોધરા