બોનીની નવી ફિલ્મમાં હવે જાન્હવી બોમ્બે ગર્લ બનશે
મુંબઇ, જાણીતા નિર્માતા બોની કપુર હવે નવી ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. જેમાં અભિનેત્રી તરીકે તેમની પુત્રી જાન્હવી કપુર નજરે પડનાર છે. જાન્હવી કપુરે બોલિવુડમાં હજુ સુધી કોઇ વધારે ફિલ્મો કરી નથી પરંતુ તે અનેક મોટા બજેટની ફિલ્મોમાં કામ કરી રહી છે. તેની પાસે જે સારી ફિલ્મો રહેલી છે તેમાં ગુંજન સક્સેનાની બાયોપિક ધ કારગીલ ગર્લ, તખ્ત, દોસ્તાના-૨ રહી અફજા જેવી ફિલ્મો રહેલી છે. હવે આ કડીમાં તેની પાસે વધુ એક ફિલ્મ આવી ગઇ છે. જેમાં તે બોમ્બે ગર્લ તરીકે રજૂ થનાર છે. ખાસ બાબત એ છે કે તે આ ફિલ્મમાં પોતાના પિતા બોની કપુર સાથે કામ કરી રહી છે. પિતાના બેનર હેઠળ આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. નિર્માતા બોની કપુર અને નિર્માતા મહાવીર જૈન એક સાથે મળીને આ ફિલ્મનુ નિર્માણ કરવા જઇ રહ્યા છે. જેમાં બે પેઢીઓ વચ્ચે રહેલા અંતરને સ્પષ્ટપણે સરળ રીતે દર્શાવવામાં આવનાર છે.
ફિલ્મમાં જાન્હવી કપુર એક બળવાખોર યુવતિના રોલમાં નજરે પડનાર છે. આ ફિલ્મની પટકથા ક્લબ ૬૦ના ફેમ નિર્દેશક સંજય ત્રિપાઠી દ્વારા લખવામાં આવી છે. જે આ ફિલ્મના નિર્દેશનની જવાબદારી સંભાળી રહ્યા છે. આ ફિલ્મ બે પેઢીઓ વચ્ચેના અંતરને રજૂ કરશે. સાથે સાથે તેમની વચ્ચે સંબંધોની લાગણીને મજબુત કરવા માટેના સંદેશા પણ રહેનાર છે. બોમ્બ ગર્લ નામની આ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવી ચુક્યુ છે. જાન્હવી કપુરે તેની કેરિયરની શરૂઆત ધડક ફિલ્મ સાથે કરી હતી. જેમાં ઇશાન ખટ્ટરે યાદગાર ભૂમિકા અદા કરી હતી. બોમ્બે ગર્લ નામની ફિલ્મને લઇને શુટિંગની તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. જા કે ફિલ્મને વહેલી તકે પૂર્ણ કરવામાં આવનાર છે.