જાે શાહરુખ કોર્ટ આવશે તો ફરી વાર ભીડ થઈ શકે છે: હાઈકોર્ટ
અમદાવાદ, રઈઝ ફિલ્મના પ્રમોશન વખતે વડોદરા રેલવે સ્ટેશન પર એક વ્યક્તિનું મૃત્યુ થયુ હતું. આ કેસની સુનાવણી ગુરુવારના રોજ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મજાકમાં ટિપ્પણી કરી હતી કે, જાે બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાનને ટ્રાયલ માટે વડોદરાની કોર્ટમાં બોલાવવામાં આવે તો કેટલી ભીડ ભેગી થઈ જશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭માં શાહરુખ ખાનની ફિલ્મ રઈઝ રીલિઝ થઈ હતી જેના પ્રમોશન માટે તે ટ્રેનમાંથી પસાર થઈ રહ્યો હતો. ટ્રેન વડોદરા સ્ટેશન પર રોકાઈ તે સમયે ભાગદોડ મચી ગઈ હતી જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.
નોંધનીય છે કે જસ્ટિસ નિખિલ કેરિયલે રેલવે સ્ટેશન પર શાહરુખ ખાનની એક ઝલક મેળવવા એકઠી થયેલી ભીડના સંદર્ભમાં ટિપ્પણી કરી હતી.
તેમણે કહ્યું કે, તમે ટ્રાયલ ઈચ્છો છો પણ તેનાથી કેટલી ભીડ ભેગી થશે તેની કલ્પના કરી છે? આમ કહ્યા પછી જજે ફરી એકવાર ખુલાસો કર્યો હતો કે તેમણે આ ટિપ્પણી હળવાશમાં કરી છે. ત્યારપછી જસ્ટિસ નિખિલે પ્રસ્તાવ મૂક્યો કે, જાે ફરિયાદીની સહમતિ હોય તો હું શાહરુખ ખાનને માફી માંગવાનું કહીશ.
ઉલ્લેખનીય છે કે ૨૩, જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ થયેલી ભાગદોડમાં એક વ્યક્તિનું મૃત્યુ થયુ હતું અને બે પોલીસકર્મીઓ બેભાન થઈ ગયા હતા. જીતેન્દ્ર સોલંકી દ્વારા શાહરુખ ખાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે કોર્ટે સમન્સ પાઠવ્યું તો શાહરુખ ખાને હાઈકોર્ટમાં ફરિયાદને ક્વોશ કરવાની અપીલ કરી. જુલાઈ, ૨૦૧૭ના રોજ સુનાવણી દરમિયાન એડવોકેટ આર.એન.સિંહે જણાવ્યું કે, શાહરુખ ખાને ભીડ તરફ ટી-શર્ટ અને બોલ ફેંક્યા હતા, જે ગેરજવાબદારીપૂર્વકનું વર્તન છે.
શાહરુખ ખાનના વકીલ મિહિર ઠાકોરે દલીલ કરી કે, જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તેને હૃદયરોગને લગતી સમસ્યા હતા અને તેના પરિવારે પણ આ વાત સ્વીકારી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસની આગામી સુનાવણી ૨૪મી ફેબ્રુઆરીના રોજ થશે. ફરિયાદી પક્ષ માફી સ્વીકારશે કે કેમ તેનો ર્નિણય પણ આગામી સુનાવણી દરમિયાન જ ખબર પડશે.SSS