સંતરામપુરમાં ડુપ્લીકેટ ચલણી નોટો ઘુસાડવાનું ષડયંત્ર
(પ્રતિનિધિ)સંતરામપુર , સંતરામપુર તાલુકામાં ડોળી ગામે થી ત્રણ ઈસમો રુપિયા ૩..૨૯.૭૦૦ ની બનાવટી ડુપ્લીકેટ નોટો સાથે એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડેલ છે. સંતરામપુર તાલુકામાં બનાવટી ડુપ્લીકેટ ચલણી નોટો ધુસાડવા નું ષડયંત્ર ચાલી રહેલ જાેવા મળે છે.
સંતરામપુર તાલુકામાં આંજણવા ગામે થી પકડાયેલ બનાવટી ડુપ્લીકેટ ચલણી નોટો ના સમાચારો ની શાહી હજુ સુકાઈ નથીં ને આ ગુના નો ભેદ ઊકેલાય જણાતો નથી ત્યાં ફરી મહિસાગર જીલ્લા એસ.ઓ.જી શાખા ના પોસઈ.કે.સી.પારગી ને સ્ટાફ પોલીસ પ્રેટોલીંગ માં હતાં
તે દરમયાન તેઓને બાતમી મળેલ કે સંતરામપુર તાલુકા માં ડોળી ગામે સીમમાં ગરનાળું પાસે બનાવટી ડુપ્લીકેટ ચલણી નોટો ની આપલે કરવા ત્રણ ઈસમો આવનાર હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી પોલીસે વોચ ગોઠવી દીધી હતી. ને બાતમી વાળી ત્રણ ઈસમો ગરનાળું પાસે આવતાં એસઓજી પોલીસે આ ત્રણેય ઈસમો ને આંતરીને દબોચી લીધેલ
ને આ પકડાયેલ ઈસમો ના કબજામાંથી ભારતીય ચલણી રુપિયા. ૫૦૦/_નીદરની ડુપ્લીકેટ નોટો નંગ ૭૭.કિંમત રૂ પિયા.૩૮.૫૦૦.તથા રુપિયા. ૨૦૦/_ના દરની ડુપ્લીકેટ નોટો નંગ ૧૪૫૬ કિંમત રુપિયા ૨.૯૧.૨૦૦.મળી કુલ રુપિયા. ૩.૨૯.૭૦૦.ની બનાવટી. ડુપ્લીકેટ ચલણી નોટો પોલીસે અજય પ્રતાપ ડામોર ને મહેશ રણછોડ માલ રે.ભાણપુર. તા.સગવડ.જી.દાહોદને શનાભાઈ માલા ચંદાણા રહે.વડાપીપળા.તા.સીંગવડ. જી.દાહોદ. ના ઓ પાસેથી કબજે કરી ને કાયદેસરની કાયઁવાહી હાથ ધરવામાં આવેલ છે.
આ ત્રણેય આરોપીઓ આ ચલણી નોટો બનાવટી ડુપ્લીકેટ હોવાનું જાણતાં હોવા છતાં પણ આ તેને સાચી નોટો તરીકે ઉપયોગ કરવાના હેતુથી આ નોટો સાથે આ ત્રણેય આરોપીઓ સાથે મોબાઈલ ફોન નંગ ત્રણ કિંમત રુપિયા ૧૦.૫૦૦.તથા બે મોટરસાઈકલ કિંમત રુપિયા ૮૦.૦૦૦.મળી કિંમત રુપિયા ૯૦.૫૦૦.નો મુદદામાલ તથા બનાવટી ડુપ્લીકેટ નોટો કુલ રુપિયા.
૩.૨૯.૦૦૦.ની મળી કુલ રુપિયા ૪.૨૦.૨૦૦.ની સાથે પકડાઈ જઈ ગુનો કરેલ હોય ઉપરોક્ત ત્રણેય આરોપીઓ વિરુધ્ધ પોલીસે સંતરામપુર થાણા માં ઈ.પી.કો.ડ.કલમ. ૪૮૯.(ક)(ખ).(ગ).૧૧૪મુજબ નો ગુનો દાખલ કરેલ છે ને કાયદેસરની કાયઁવાહી હાથ ધરવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે દાહોદ જીલલાના આ આરોપીઓ સંતરામપુર તાલુકા માં આ બનાવટી ડુપ્લીકેટ નોટો કોને પધરાવવા આવે લ અને આ બનાવટી ડુપ્લીકેટ નોટો આ આરોપીઓ કયાં થી લાવેલ ને કોની પાસેથી મેળવેલ છે તેની પણ તપાસ કરાય ને તેના મુળ સુધી પોલીસ પહોંચી મુળ ગુનેગારોને સુત્રધારો શોધી પકડે તે જરુરી છે .
આ પકડાયેલ બનાવટી ડુપ્લીકેટ ચલણી નોટો ના પ્રકરણ માં આ આરોપીઓ ના તાર આંજણવા ગામે બનાવટી ચલણી નોટો જે પકડાઈ હતી તે ની સાથે છેકે કેમ તેની ચકાસણી કરાય તેની પણ માંગ ઉઠી છે.