ભારતમાં પ્રિન્ટ મીડીયા પર આજે પણ લોકોની વિશ્વસનીયતા

દેશમાં ખરીદીને અખબાર વાંચનારાઓની સંખ્યા વધતી જાય છે.-ડીજીટલ ફર્સ્ટ કંપનીઓ પણ પોતાની જાહેરાત પ્રીન્ટ મીડીયામાં છેલ્લા બે વર્ષથી આપી રહે છે.
નવી દિલ્હી, ૨૦૨૨માં ભારતમાં મીડીયામાં અપાતી જાહેરાતો પરનો ખર્ચ ૧ લાખ કરોડ રૂપિયાના આંકડાથી વધી જશે. સાથે જ જાહેરાતના માધ્યમ પર ડીજીટલ મીડીયા આવકની બાબતે ટીવીથી આગળ નીકળી જશે.
કુલ જાહેરાતોના ૪૫ ટકા ડીજીટલ માધ્યમોને મળશે અને પ્રીન્ટ મીડીયાની હિસ્સેદારી પણ સારી રહેશે. ગ્રુપ એમના ૨૦૨૨ના તાજા વાર્ષિક અંદાજમાં આ ભવિષ્યવાણી કરવામાં આવી છે.
ધિસપર, નેકસ્ટ પર ૨૦૨૨ નામના આ રિપોર્ટ અનુસાર આ વર્ષે જાહેરાતો પર કુલ ૧,૦૭,૯૮૭ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ૨૦૨૧માં જે ખર્ચ કરાયો હતો તેનાથી આ ૨૨ ટકા વધારે છે. રિપોર્ટ અનુસાર, આંતરરાષ્ટ્રીય સ્તરે ઝડપથી વધી રહેલા દસ બજારોમાં ભારત સામેલ છે.
આકાર બાબતે તેનું વર્તમાન રેન્કીંગ ૯ છે અને જાહેરાત પર વધતા ખર્ચમાં ૨૦૨૨માં તેનું રેન્કીંગ પાંચમું હશે. આ વર્ષે પ્રીન્ટ મીડીયા બહુ સારૂ પ્રદર્શન કરશે. જાહેરાત બાબતે દરેક માધ્યમની પોતાની ખાસિયત છે પછી તે ડીજીટલ હોય કે પ્રીન્ટ. સૌથી મહત્વપુર્ણ વાત છે.
પ્રીન્ટ મીડીયા સાથે વિશ્વસનીયતા છે. તેનાથી કોઇપણ બ્રાંડને આપોઆપ સારૂ બજાર મળી જાય છે. દિલચશ્પ વાત એ છે કે ડીજીટલ ફર્સ્ટ કંપનીઓ પણ પોતાની જાહેરાત પ્રીન્ટ મીડીયામાં છેલ્લા બે વર્ષથી આપી રહે છે.
જાહેરાતની દુનિયામાં ડીજીટલનું પ્રીન્ટથી આગળ નીકળી જવુ તે મહત્વપુર્ણ વાત છે. રિપોર્ટ અનુસાર ડીજીટલ મીડીયા પર જાહેરાતનો ખર્ચ આ વર્ષે ૩૩ ટકાના દરથી ૪૮૬૦૩ કરોડ રૂપિયા થઇ જશે. દેશમાં પ્રીન્ટ મીડીયા પર જાહેરાતો માટે ૨૦૨૧માં ૧૨૦૬૭ કરોડ રૂપિયા ખર્ચાયા અને ૨૦૨૨માં આ આંકડો ૧૨૬૬૭ કરોડ થઇ જશે.
રિપોર્ટ અનુસાર, ભારતમાં પ્રીન્ટ મીડીયાની વિશ્વસનીયતા અને પહોંચ સારી છે. દેશમાં ખરીદીને અખબાર વાંચનારાઓની સંખ્યા વધતી જાય છે. ૨૦૧૩માં દેશમાં અખબારોની સંખ્યા ૫૭૬૭ હતી જે ૨૦૧૫માં વધીને ૭૮૭૧ થઇ ગઇ હતી. ઓડીટ બ્યુરો ઓફ સર્કયુલેશનના આ મહિને જાહેર થયેલ રિપોર્ટ દર્શાવે છે કે એક દાયકામાં અખબાર