RBI વ્યાજદરમાં ફરી ઘટાડો કરી શકે છે
ડિસેમ્બર મહિનામાં વ્યાજદરમાં ઘટાડો કરી દેશે ત્યારબાદ રિઝર્વ બેંક વ્યાજ દરમાં ઘટાડો કરવાનુ બંધ કરશે: હેવાલ |
મુંબઇ, ભારતીય રીઝર્વ બેંક હાલમાં વ્યાજદરમાં ઘટાડો કરવાનુ વલણ યથાવત રાખી છે. ભારતીય રીઝર્વ બેંક હવે ડિસેમ્બરમાં રજૂ કરવામાં આવનાર તેની દ્ધિમાસિક નાણાંકીય નિતી સમીક્ષામાં વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે પરંતુ ત્યારબાદ તે કાપના સિલસિલાને રોકી દેશે. બ્રોકરેજ કંપનીઓનુ કહેવુ છે કે ડિસેમ્બર મહિનામાં કેન્દ્રિય બેંક રેપો રેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ફરી એકવાર ઘટાડો કરીને લોકોને રાહત આપનાર છે.
રિઝર્વે બેંકની નાણાંકીય નિતી સમીક્ષા પેનલે હાલમાં શુક્રવારના દિવસે જ વ્યાજદરમાં મોટો ઘટાડો કર્યો હતો. રિર્ઝવ બેંકે કહ્યુ છે કે તે વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે હાલના સમયમાં નરમ વલણ જારી રાખી શકે છે. ગોલ્ડમેન સેશના રિપોર્ટમાં કહેવામા આવ્યુ છે કે આ બાબતની ખુબ સંભાવના દેખાઇ રહી છે કે રિઝર્વ બેંકની નાણાંકીય નિતી સમીક્ષા ડિસેમ્બરમાં વ્યાજદરમાં ફરી એકવાર ઘટાડો થઇ શકે છે.
શુક્રવારે આરબીઆઇ દ્વારા રેપો રેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે રેપો રેટ હવે ઘટીને ૫.૧૫ ટકા થઇ ગયો હતો. આવી જ રીતે રિવર્સ રેપો રેટને ઘટાડીને ૪.૯ ટકા કરવામાં આવ્યો હતો. છ સભ્યોની કમિટી દ્વારા નાણાંકીય વર્ષ માટે જીડીપી ટાર્ગેટ સુધારીને અગાઉના ૬.૯ ટકાની સરખામણીમાં ૬.૧ ટકા કરવામાં આવ્યો હતો.
તમામ અર્થશાસ્ત્રીઓ પહેલાથી જ કાપની અપેક્ષા રાખી રહ્યા હતા. ૨૦૧૬માં આની રચના કરવામાં આવ્યા બાદ મોનિટરી પોલિસી દ્વારા પાંચમી વખત વ્યાજદરમાં ઘટાડો કરાયા હતો. આજના ઘટાડા પહેલા સુધી રેપોરેટમાં ૧૧૦ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ઓગસ્ટ મહિનામાં રિઝર્વ બેંકે ઉલ્લેખનીય રીતે ઘટાડો કરીને તમામને ચોંકાવી દીધા હતા.ઓગષ્ટમાં એમપીસી દ્વારા પોલીસી રેટમાં ૩૫ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કર્યો હતો. ભારતીય રિઝર્વ બેંકે ઓગષ્ટમાં નાણાંકીય વર્ષની તેની ચોથી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષાની બેઠકમાં રેપોરેટમાં ૦.૩૫ ટકાનો ઘટાડો કર્યો હતો. આની સાથે જ રેપોરેટ ૫.૭૫ ટકાથી ઘટીને ૫.૪૦ ટકા થઇ ગયો હતો.