બ્રાડ પિટે એન્જેલિના જાેલી સામે છેતરપિંડીનો કેસ કર્યો
વોશિંગ્ટન, હોલિવુડ સુપરસ્ટાર બ્રાડ પિટે અભિનેત્રી એન્જેલિના જાેલીને કોર્ટમાં ઘસીટવાનું પગલુ ભર્યું છે. બ્રાડ પિટે અભિનેત્રીની સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. પિટનું કહેવું છે કે, એન્જેલિના જાેલીએ તેમની પરવાનગી વગર એક પ્રોપર્ટી વેચી દીધી છે જ્યારે તેઓ બન્ને તેના ભાગીદાર હતા.
૨૦૦૮માં પિટ અને જાેલીએ ફ્રાન્સીસી કંપની ચેટો મિરાવલમાં ભાગીદારી સાથે એક ઘર અને વાઈનરી ખરીદ્યું હતું અને આ સિવાય બંન્નેએ એ પણ નક્કી કર્યું હતું કે, બંન્ને એકબીજાની સહમતિથી જ પોતાની ભાગીદારી વેચશે પરંતુ એન્જેલિનાએ બ્રાડ સાથે વાત કર્યા વગર જ ગયા વર્ષે ઓક્ટોબરમાં પોતાનો હિસ્સો વેચી દીધો હતો.
જે બાદ હવે બ્રાડે કોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે. ફેમસ સ્ટાર્સ એન્જેલીના જાેલી અને બ્રાડ પિટને હોલીવુડના સૌથી હોટ કપલ્સમાંથી એક ગણવામાં આવે છે. બંન્નેના ઈશ્કની ચર્ચા આખી ઈન્ડસ્ટ્રીમાં થતી હતી. ૨૦૧૧માં એન્જેલિના અને બ્રાડે લગ્ન કરી લીધા હતા. જાેકે, પાંચ વર્ષ પછી એટલે કે, ૨૦૧૬માં બન્નેએ છુટા પડવાનો ર્નિણય કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી બંન્ને વચ્ચે કેટલાય વિવાદોની ખબર સામે આવી છે. બ્રાડ પિટ અને એન્જેલિના જાેલી વચ્ચે બાળકોની કસ્ટડીને લઈને પણ વિવાદ ચાલુ છે. હાલમાં કોર્ટે બ્રાડ પિટ અને એન્જેલિનાને બાળકોની જાેઈન્ટ કસ્ટડી સોંપી છે.SSS