Western Times News

Gujarati News

AMTSની અધોગતિઃ ખાનગી ઓપરેટરોના લાભાર્થે થતો સરકારી ગ્રાન્ટનો ઉપયોગ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, એક જમાનામાં એશિયાની શ્રેષ્ઠ પરિવહન સેવામાં જેની ગણના થતી હતી તે અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિલની બસ સેવા અને વહીવટીતંત્ર ખાડે ગયા છે તથા છેલ્લા દોઢ દાયકાથી માત્ર “કોન્ટ્રાકટરો દ્વારા અને કોન્ટ્રાકટરો માટે” ચાલતી સંસ્થા બની ગઈ છે.

ખાનગીકરણ ના કારણે સંસ્થાને દૈનિક રૂા.૧.૨૫ કરોડનું નુકશાન થઈ રહ્યુ છે. જેના મોટ મ્યુનિ.કોર્પોરેશન પાસેથી લોન લેવામાં આવી રહી છે. જ્યારે રાજ્ય સરકાર તરફથી દર વર્ષે સ્વર્ણિમ જયંતી યોજના અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે.

જે રકમ નવી બસ ખરીદ કરવાના બદલે નવા ડેપો બનાવવા માટે ખર્ચ થયા છે ચોકાવનારી બાબત એ છે કે સરકારી ગ્રાન્ટમાંથી તૈયાર થયેલા ડેપો ખાનગી ઓપરેટરોને દૈનિક રૂા. ૪૧૭ ના ભાડે થી આપવામાં આવ્યા છે.

મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ) ના શિરે રૂા.૩૫૫૧ કરોડનું દેવુ છે. જે પૈકી મ્યુનિ. લોનની રકમ રૂા.૩૪૧૯ કરોડ છે. સંસ્થાને અબજાે રૂપિયાનું દેવું હોવા છતાં શાસકો અને અધિકારીઓ માત્ર કોન્ટ્રાકટરો માટે જ સંસ્થા ચલાવી રહ્યા હોય તે રીતે વહીવટ કરી રહ્યા છે.

સંસ્થા તરફથી નવી બસો ખરીદ કરવામાં આવતી નથી. સરકારી ગ્રાન્ટ કે જનમાર્ગ અંતર્ગત કોઈ બસ સંસ્થાને મળે તો પણ તેનો વહીવટ ખાનગી ઓપરેટરોને સોપવામાં આવી રહ્યા છે. સંસ્થાના વિકાસ માટે તથા દેવાની રકમમાં ઘટાડો થાય તે આશયથી મુખ્યમંત્ર સ્વર્ણિમ જયંતી યોજના અતર્ગત દર વર્ષે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે.

પરંતુ આ રકમનો પણ કોન્ટ્રાકટરો પાછળ ધૂમાડો થઈ રહ્યો છે. મ્યુુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસને છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ રૂા.૬૮.૫૭ કરોડ આપવામાં આવ્યા ચે. જેની સામે સંસ્થાને રૂા.૧૮.૦૪ કરોડ મળ્યા છે. શરમજન બાબત એ છે ટ્રાન્સપોર્ટ સર્વિસના અધિકારીઓએ સદર રકમનો ઉપયોગ દેવા ઘટાડવા કે નવી બસો ખરીદ કરવાના બદલે ડેપો અને ઓફીસના બાંધકામ માટે ખર્ચ કર્યા છે.

સરકારની ગ્રાન્ટમાંથી તૈયાર કરવામાં આવેલા મેમનગર, અચેર, મેમ્કો, શ્રીનાથ, મિલ્લતનગર તથા રાણીપ ડેપોની અંદાજે ૨૪ હજાર ચોરસ મીટર જમીન ખાનગી ઓપરેટરોને સોંપવામાં આવી છે. જેમાં ઓપરેટરો તેમની બસના પાર્કીગ અને રીપેરીંગ કરે છે, જેની સામે બસ દીઠ દૈનિક માત્ર રૂા. એક લેખે ભાડુ દેવામાં આવે છે એએમટીએસ ડેપો કેમ્પસમાં લાખો રૂપિયા ખર્ચ કરી તૈયાર કરવામાં આવેલી ઓફિસો પણ ઓપરેટરો પણ ન્યોછાવર કરવામાં આવી છે. જેની સામે માલિક રૂા. આઠ થી દસ હજાર ભાડુ લેવામાં આવે છે.

મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસના ઉચ્છ અધિકારીઓ સંસ્થાના બદલ ઓપરેટરો માટે જ કામ કરી ર્હયા હોય તેવા માહોલ જાેવા મળી રહ્યો છે. ખાનગી ઓપરેટરોને વર્ષ-દહાડે રૂા. ૧૬૦ કરોડ જેટલી માનવર રકમ ચૂકવાય છે તેમ છતાં માત્ર રૂા.એકના ભાડાથી ડેપો આપવામાં આવ્યા છે

તેમજ સરકારી ગ્રાન્ટ પણ ઓપરેટરો માટે જ ખર્ચ થાય છે. સરકારી ગ્રાન્ટનો ઉપયોગ આર.ટી.ઓ. કે પેસેન્જર ટેક્ષ ચૂકવવામાં અથવા કર્મચારીઓની પ્રો.ફંડની લોન ચુકવવા માટે થાય તે સંસ્થાના દેવામાં ઘટાડો થઈ શકે તેમ છે. ખાનગી ઓપરેટરો પર આંળધોળ સંસ્થાના શાસકો અને અધિકારીઓએ કોરોના કાળમાં બંધ બ સેવા પેટે પણ ૩૦ ટકા જેટલી રકમ ચૂકવી હતી.

મ્યુનિ.કોગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે એએમટીએસ સંસ્થાને કોન્ટ્રાકટરો જ ઓપરેટ કરી રહ્યા છે. ત્રણ-ચાર ઓપરેટરોએ સંસ્થા ફરતે ભરડો લીધો છે આ તમામ રાજકીય ઓપરેટરો છે. જેના કારણે સરકારી ગ્રાન્ટ પણ તેમના માટે ખર્ચ થઈ રહી છે જે અત્યંત શરમજનક બાબત છે. તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.