ગ્રાહકની મંજુરી વગર કેરીબેગ ચાર્જ વસુલવો ગેરકાનુની

નવીદિલ્હી, દેશમાં પોલીથીનના ઉપયોગ પર રોક લગાવ્યા બાદ હવે ગ્રાહકો પાસેથી કેરીબેગના નામે જે વધારાની રકમ વસુલ કરવામાં આવી છે અને શોપીંગ સેન્ટર કે મોલમાં ગ્રાહકને પૂછયા વગર જ કેરીબેગનો ચાર્જ વસુલ કરી લેવાય છે તે સામે નેશનલ કન્ઝ્યુમર કમીશને લાલ આંખ કરીને અને ગ્રાહકની મંજુરી વગર આ પ્રકારના કેરીબેગ ચાર્જ વસુલવાને અયોગ્ય વ્યાપાર પ્રક્રિયા ગણાશે અને તેમાં દંડની રકમ બે ગણી કરી દેવામાં આવી છે.
ગ્રાહક સામાન્ય રીતે ખરીદી સમયે આકર્ષક કેરીબેગ મેળવ્યા પછી તેની ચિંતા કરતો નથી અને કંપનીઓ કે શોપીંગમોલમાં આ પ્રકારની પ્રિન્ટેડ કેરીબેગ આપવામાં આવે છે જેથી વ્યાપારની પણ એક જાતની એડવર્ટાઈઝ થઈ જાય છે.
પરંતુ હવે આ પ્રકારની કેરીબેગ માટે ચાર્જ વસુલી શકાતો નથી. ગ્રાહકને ખ્યાલ ન હોય તે રીતે આ રકમ વસુલાતી હોય તો તે ગેરકાનુની છે અને તેમાં ડબલ દંડ આવશે તેવી ચેતવણી કમીશને આપી છે.HS