ઉપલેટા-જૂનાગઢ રૂટની બસ બંધ કરાતા ગ્રામજનોમાં ભારે રોષ
મોટીમારડ, ઉપલેટા-જૂનાગઢ વાયા નાની મારડ, વાડોદર, પત્રઅપાસર, તરિયાધાર રૂટ જે વાડો દર બપોરે ૧ વાગ્યે આવતી બસ આ રૂટ છેલ્લા ૪૦ વર્ષથી ચાલુ હતી તે અચાનક જ જૂનાગઢ ડેપો ચાલીસ સેકન્ડમાં જ બંધ કરી દેવામાં આવી હતી. આ રૂટ પર વધારે ટ્રાફિકવાળો હતો
છતાં કોઈપણ કારણ વિના સદર રૂટ બંધ કરી દેવામાં આવ્યો હોવાથી પેસેન્જરોમાં ગ્રામજનોમાંં ભારે રોષ ફેલાયો છે. તેમજ અન્ય જૂનાગઢ વાડોદર વાયા આંબલિયા, ધંધુસર બસ વાડોદર રાત્રી રોેકાણ કરી સવારે ૬ વાગ્યે ઉપડતી હતી તે બસ પણ બંધ કરી દેવામાં આવેલ છે.
તથા અન્ય એક બે રૂટ પણ બંધ કરી દેવાતા આ વિસ્તારના લોકોની હાલાકીમાં વધારો થયેલ છે. આ રૂટ ફરીથી સત્વરે ચાલુ કરવામાં આવે તો લોકોની મુશ્કેલીઓમાં ઘટાડો થાય. આ બાબતની લેખિતમાં રજુઆત વાડોદરના સરપંચે જૂનાગઢ એસ. ટી. ડેપો તથા પોરબંદરના સંસદસભ્ય રમેશભાઈ ધડુકને યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરેલ.