Western Times News

Gujarati News

મેટ્રો સીટીની સરખામણીમાં નાના શહેરોમાં કૂતરા અને બિલાડીની માંગમાં વધારો થયો

લેબ્રાડોર અને પોમેરેનિયન મનપસંદ પેટ ડોગ, હસ્કીની લોકપ્રિયતામાં ઝડપથી વધારો થયો

બર્ડમાં પેરોટ (પોપટ – 17 ટકા) સર્ચ જોવા મળી હતી. પોપટની વિવિધ જાતિઓમાં સૌથી વધુ માગ કોકટિઅલ પેરોટ, આફ્રિકન ગ્રે પેરોટ અને મેકાઉ પેરોટની માગ સૌથી વધુ હતી.

નવી દિલ્હી, ભારતીયોના મનપસંદ પાળતું શ્વાન લેબ્રાડોર અને પોમેરેનિયન છે, પણ તેમનો પક્ષીઓ અને બિલાડીઓ પ્રત્યેનો પ્રેમ પણ ઝડપથી વધી રહ્યો  છે એવું તારણ જસ્ટ ડાયલ કન્ઝ્યુમરના લેટેસ્ટ રિપોર્ટમાં બહાર આવ્યું છે. Demand for dogs & cats in Tier-II cities is higher than Tier -I. Dogs are India’s most searched pets. Delhi sees maximum demand: Just Dial Consumer Insights

જસ્ટ ડાયલ કન્ઝ્યુમરના લેટેસ્ટ રિપોર્ટમાં સૂચન થયું છે કે, પેટ (પાળતું પશુઓ) કેટેગરીમાં કૂતરાઓનું સૌથી વધુ સર્ચ થયું હતું, જેની પ્લેટફોર્મ પર પેટે કેટેગરીમાં 66 ટકા માગ જોવા મળી હતી. પક્ષીઓ માટેની માગ બીજી સૌથી વધુ 18 ટકા  તથા બિલાડીઓ માટેની માગ ત્રીજી સૌથી વધુ (9 ટકા)  સસલાં માટેની માગ (3.5 ટકા) ચોથી સૌથી વધુ જોવા મળી હતી. સમગ્ર દેશમાં હેમ્સ્ટર્સ માટેની માગ પણ વધી રહી છે, જે પેટ લવર્સમાં નવા ટ્રેન્ડનો સંકેત છે.

સંપૂર્ણપણે જોઈએ તો ભારતમાં પેટ માટેની માગ વાર્ષિક ધોરણે 13 ટકા વધી છે અને ટિઅર-2 શહેરોમાં માગ ટિઅર-1 કરતાં થોડી વધારે જોવા મળી છે. જોકે ટિઅર-2 શહેરોમાં પેટ ડોગ માટેની માગ ટિઅર-1ની માગ કરતાં 50 ટકા ઊંચી હતી અને બિલાડી માટેની માગ 41 ટકા વધુ હતી. પક્ષીઓ, સસલાં અને હેમ્સ્ટર્સ માટેની માગ એકસમાન જળવાઈ રહી હતી.

આ ટ્રેન્ડ પર જસ્ટ ડાયલના સીએમઓ શ્રી પ્રસૂન કુમારે કહ્યું હતું કેઃ “આ જોવું રસપ્રદ છે કે, સમગ્ર ભારતમાં પેટ માટેની માગમાં 13 ટકાનો વધારો થયો છે, જે ટિઅર-1 શહેરોની સરખામણીમાં ટિઅર-2 શહેરોમાં ડોગ અને કેટ માટેની માગમાં વધારો જવાબદાર છે.

મોટા ભાગે પેટ માર્કેટ ઓફલાઇન  છે, પણ તાજેતરમાં જસ્ટ ડાયલ પર સર્ચ ટ્રેન્ડ સૂચવે છે કે, ટિઅર-2 શહેરો અને નગરોમાં પણ યુઝર્સ ઓનલાઇન સર્ચને પસંદ કરી રહ્યાં છે. પરિણામે ટિઅર-1ની સરખામણીમાં ટિઅર-2માં સર્ચ માટે 35 ટકાનો વધારો થયો છે તથા આ પ્લેટફોર્મની ઉત્પાદનો અને સેવાઓ માટેની બહોળી રેન્જનો પુરાવો છે.”

જ્યારે ડોગ કેટેગરીમાં સૌથી વધુ સર્ચ લેબ્રાડોર માટે જોવા મળી છે, જે કુલ સર્ચમાં 26 ટકા હિસ્સો ધરાવે છે, ત્યારે બીજી સૌથી વધુ સર્ચ પોમેરેનિયન માટેની 21 ટકા, ત્રીજી સૌથી વધુ સર્ચ જર્મન શેફર્ડ માટેની 19 ટકા જોવા મળી હતી. સાઇબેરિયન હસ્કી જેવી દુર્લભ પ્રજાતિની લોકપ્રિયતામાં વાર્ષિક ધોરણે 36 ટકાનો વધારો થયો હતો.

દિલ્હી, હૈદરાબાદ અને બેંગાલુરુ સર્ચમાં ટોચના 3 શહેરો હતાં, જ્યાં પેટ ડોગ માટેની મહત્તમ માગ જોવા મળી હતી. જ્યારે દિલ્હી અને બેંગાલુરુમાં માગ સ્થિર જળવાઈ રહી હતી, ત્યારે હૈદરાબાદમાં વાર્ષિક ધોરણે 36 ટકાનો વધારો થયો હતો. પેટ ડોગ માટેની મહત્તમ માગ જોનાર ટોપ-5 ટિઅર-2 શહેરોમાં લખનૌ, પટણા, વિશાખાપટનમ, ભોપાલ, ઇન્દોર હતાં.

પક્ષીપ્રેમીઓ સર્ચમાં લગભગ 36 ટકા હિસ્સો ધરાવે છે અને પેટ બર્ડમાં પેરોટ (પોપટ – 17 ટકા) સર્ચ જોવા મળી હતી. પોપટની વિવિધ જાતિઓમાં સૌથી વધુ માગ કોકટિઅલ પેરોટ, આફ્રિકન ગ્રે પેરોટ અને મેકાઉ પેરોટની માગ સૌથી વધુ હતી.

ટોપ-3 ટિઅર-1 શહેરોમાં દિલ્હી, મુંબઈ અને બેંગાલુરુમાંથી પેટ બર્ડ માટેની મહત્તમ માગ જોવા મળી હતી. દિલ્હી અને મુંબઈએ સર્ચમાં લગભગ 50 ટકા પ્રદાન આપ્યું હતું. પેટ બર્ડ માટે ટિઅર-2 શહેરોમાંથી મહત્તમ માગ કોઇમ્બતૂર, જમ્મુ, લખનૌ, જયપુર અને પટણામાં જોવા મળી હતી.

પેટ કેટમાં સૌથી વધુ સર્ચ પર્સિયન કેટની જોવા મળી હતી, જેનો કુલ સર્ચમાં 90 ટકા હિસ્સો હતો, પણ સાઇબેરિયન કેટ, બ્રિટિશ શોર્ટહેર કેટ, બર્મીઝ કેટ, એબીસ્સિનિયન કેટ અને બેંગાલ કેટ જેવી દુર્લભ જાતિઓ માટેની સર્ચ પણ જોવા મળી હતી. જ્યારે પેટ તરીકે કેટ માટે ટિઅર-1 મહાનગરોમાં સૌથી વધુ માગ દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદમાં જોવા મળી હતી, ત્યારે ટિઅર-2 શહેરોમાં ટોપ-5 સર્ચ અનુભવનાર શહેરોમાં શ્રીનગર, કોઇમ્બતૂર, ઇન્દોર, ભોપાલ અને નાશિક સામેલ હતા.

પ્લેટફોર્મ પર સૌથી વધુ સર્ચ થયેલા પેટ રેબિટમાં હોલેન્ડ લોપ રેબિટ, કેલિફોર્નિયન રેબિટ, નેધરલેન્ડ રેબિટ, ડ્વાર્ફ રેબિટ અને ફ્લેમિશ જાયન્ટ રેબિટ સામેલ હતા. જ્યારે ટિઅર-1 શહેરોમાંથી મોટા ભાગની માગ દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદમાંથી જનરેટ થઈ હતી, ત્યારે પેટ રેબિટ માટે સૌથી વધુ સર્ચ જનરેટ થયેલા ટોપ-5 શહેરોમાં લખનૌ, જયપુર, ચંદીગઢ, પટણા અને ઇન્દોર સામેલ હતાં.

જ્યારે પેટ તરીકે હેમ્સટર્સ માટેની સૌથી વધુ માગ દિલ્હીમાં જોવા મળી હતી, ત્યારે ટિઅર-1 શહેરોમાં બીજા અને ત્રીજા સ્થાને આ દ્રષ્ટિએ મુંબઈ અને ચેન્નાઈ સામેલ હતા. હેમ્સ્ટર્સ માટે સૌથી વધુ સર્ચ કરનાર ટોપ-5 ટિઅર-2 શહેરોમાં તિરુવનંતપુરમ, થ્રિસ્સૂર, ગોવા, ગૌહાટી અને ઇન્દોર સામેલ હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.