હિમાચલના ઉનામાં ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ થતાં ૭નાં મોત
શિમલા, હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં મોટો બ્લાસ્ટ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. ઉના જિલ્લાના તાહલીવાલ સ્થિત ફેક્ટરીમાં થયેલા આ બ્લાસ્ટમાં સાત લોકોના મોત થયા છે.
એમ કહેવામાં આવી રહ્યું છે કે, વિસ્ફોટમાં તમામ જીવતા લોકો દાઝી ગયા હતાં. એ સિવાય ૧૦ લોકો ઘાયલ હોવાનું પણ કહેવાઇ રહ્યું છે. આથી તમામ ઘાયલ લોકોને ઉનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાે કે આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને અન્ય કેટલાંક વહીવટી લોકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.
મૃતકોમાં એક ત્રણ વર્ષની બાળકી પણ સામેલ છે અને વિસ્ફોટ વખતે તે પોતાની માતા સાથે હતી. પ્રાથમિક માહિતી મુજબ મૃતક મહિલાઓ યુપીની હોવાનું જાણવા મળી રહ્યું છે. જાે કે વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી મૃતકોની ઓળખ કરવાની બાકી છે.SSS