Western Times News

Gujarati News

હરિયાણામાં દારૂ પીવાની ઉંમર ૨૫ વર્ષથી ઘટાડી ૨૧ વર્ષ કરી દેવામાં આવી

પ્રતિકાત્મક

ચંડીગઢ, દારૂના શોખીનો માટે હરિયાણા સરકારે મોટો ર્નિણય લીધો છે. હરિયાણામાં દારૂ પીવાની ઉંમર ૨૫ વર્ષથી ઘટાડી ૨૧ વર્ષ કરી દેવામાં આવી છે. હરિયાણા વિધાનસભા આબકારી (એક્સાઇઝ) કાયદો, ૧૯૧૪ની કુલ ચાર કલમોમાં સંશોધન કરવામાં આવ્યું હતું.

હરિયાણાના સંશોધિત આબકારી બિલને રાજ્યપાલ બંડારૂ દત્તાત્રેયની મંજૂરી મળી ગઈ છે. ૧૧ ફેબ્રુઆરી બાદ આ સંશોધન રાજ્યમાં લાગૂ થઈ ચુક્યુ છે.

કાયદામાં ફેરફાર બાદ કોઈપણ દેશી દારૂ કે નશીલી દવાઓના નિર્માણ, છુટક કે જથ્થાબંધ વેચાણ માટે ઉંમરની મર્યાદાને હટાવી દીધી છે. કાયદામાં સંશોધન બાદ રાજ્ય તરફથી આ વ્યાવસાય માટે ઉંમર મર્યાદા ૨૫ વર્ષથી ઘટાડી ૨૧ વર્ષ કરી દેવામાં આવી છે.

તેવી જ રીતે, કલમ ૨૯ હેઠળ, લાઇસન્સ પ્રાપ્ત વિક્રેતા ૨૫ વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ વ્યક્તિને કોઈપણ દારૂ અથવા ડ્રગ્સનું વેચાણ અથવા વિતરણ કરી શકશે નહીં. સુધારા બાદ અહીં વય મર્યાદા પણ ઘટાડીને ૨૧ વર્ષ કરી દેવામાં આવી છે. તો કલમ ૩૦માં સંશોધન બાદ ૨૫ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને હવે દારૂની દુકાને નોકરી પર રાખી શકાય છે. દારૂ કે નશીલી દવા વેચનારનું લાઇસન્સ રાખનાર હવે ૨૧ વર્ષ સુધીના યુવક કે યુવતીને પોતાના કારોબારમાં નોકરી પર રાખી શકે છે.

હરિયાણામાં દારૂ સાથે જાેડાયેલા કાયદામાં આ સંશોધન કરવાનો ર્નિણય પાછલા વર્ષે નવી આબકારી નીતિ તૈયાર કરતા સમયે લેવામાં આવ્યો હતો. મહત્વનું છે કે દેશના ઘણા રાજ્યોમાં દારૂ પીવા અને વેચવાની કાયદાકીય ઉંમર ૨૧ વર્ષ કે તેનાથી વધુ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.