રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તો વિશ્વ ૨ ભાગમાં વહેંચાશે: લુંહાસ્ક અને દોનેત્સ્કને અલગ માન્યતા આપી
નવીદિલ્હી, છેલ્લા કેટલાય મહિનાથી વિશ્વની નજર રશિયા અને યુક્રેન સંકટ પર હતી અને આજે એ જ બન્યું જેનો ડર હતો. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના અલગાવવાદી બહુમતી ધરાવતા બે ક્ષેત્રો લુંહાસ્ક અને દોનેત્સ્કને અલગ માન્યતા આપી દીધી છે.
એક રીતે રશિયાએ તે બંનેને અલગાવવાદી ક્ષેત્રોના બે દેશ તરીકે માન્યતા આપી છે. આ સાથે જ આ ક્ષેત્રોમાં અલગાવવાદીઓની મદદ માટે રશિયન સેના મોકલવાની જાહેરાત પણ કરી છે. રશિયાના આ પગલા બાદ નિશ્ચિત રીતે અમેરિકા ચૂપ નહીં બેસે. નાટોની સેના પહેલેથી જ તૈયાર છે. જાેકે યુક્રેન સંકટને લઈ રશિયાને મદદ પહોંચાડનારા મોટા દેશોની પણ કોઈ કમી નથી. ચીન ખુલ્લેઆમ રશિયાનો સાથ આપી રહ્યું છે.
હકીકતે ૨૦૦૪ના વર્ષમાં જ અમેરિકાએ સોવિયેત સંઘના પૂર્વ દેશ બુલ્ગારિયા, એસ્ટોનિયા, લાટાવિયા, લિથુનિયા, રોમાનિયા, સ્લોવાકિયા અને સ્લોવાનિયાને નાટોના સદસ્ય દેશ બનાવી લીધા છે. તેવામાં રશિયાની સૌથી નજીકના આ દેશો તરફથી પડકાર મળશે. નાટોમાં હાલ ૩૦ દેશ સામેલ છે. તેમાંથી ૧૦ જેટલા રશિયાની સાવ નજીક-નજીક આવેલા છે.
યુક્રેન સંકટનો સામનો કરવા માટે અમેરિકાએ પોતાના ૯,૦૦૦ સૈનિકોને સ્ટેન્ડ બાય પર રાખ્યા છે. તેમાં ૫,૦૦૦ સૈનિકો જે નાટોનો હિસ્સો છે, તેઓ હાલ રશિયાના પાડોશી પોલેન્ડમાં છે જ્યારે ૪,૦૦૦ સૈનિકો રોમાનિયા અને બુલ્ગારિયામાં છે. યુક્રેન સંકટ પર સૌથી વધારે પ્રતિરોધ અમેરિકા તરફથી જ છે. યુદ્ધની સ્થિતિમાં અમેરિકાએ યુક્રેનને સાથ આપવાની જાહેરાત કરેલી છે.
જાેકે અમેરિકા અને નાટો દેશોએ જણાવ્યું છે કે, તેઓ યુદ્ધના ઉદ્દેશ્યથી પોતાના સૈનિકોને સીધા યુક્રેન નહીં મોકલે પણ અન્ય સહયોગ જેમ કે હથિયાર, મેડિકલ સુવિધા વગેરે આપતા રહેશે. આ જ કડીમાં નાટો દેશોના અનેક અત્યાધુનિક ફાઈટર પ્લેન અને હથિયાર યુક્રેન પહોંચી પણ રહ્યા છે.
દિલચસ્પ વાત એ છે કે, વ્યાપારિક હિતને ધ્યાને રાખીને નાટોના યુરોપીય સદસ્ય દેશ એટલા આક્રમક નથી જેટલું અમેરિકા છે. જર્મની અને ફ્રાંસના પ્રમુખે તાજેતરમાં જ મોસ્કોની તાબડતોબ યાત્રા કરીને વિવાદ ઘટાડવા પ્રયત્ન કર્યો હતો. યુરોપના અનેક દેશોની ર્નિભરતા રશિયા પર વધી ગઈ છે. માટે જ આ દેશો કોઈ પણ સંજાેગોમાં શાંતિપૂર્ણ સમાધાન ઈચ્છે છે. યુરોપીય દેશો સામે સૌથી મોટો પડકાર નૉર્ડ ગેસપાઈપલાઈનને લઈને છે જે રશિયાથી જર્મની વચ્ચે લગભગ તૈયાર છે અને આ પાઈપલાઈનથી યુરોપ ગાઢ બની રહેલા ઉર્જા સંકટ માટે જરૂરી માને છે.
યુક્રેન સંકટ વચ્ચે રશિયાને સૌથી મજબૂત સાથ ચીનનો મળશે. ચીને પહેલેથી જ એવી જાહેરાત કરી દીધી છે કે, યુક્રેનમાં નાટો મનમાની કરી રહ્યું છે. જ્યારથી પશ્ચિમી દેશોનું વલણ ચીનના વિરોધમાં થયું છે રશિયા હંમેશાથી ચીનનો સાથ આપી રહ્યું છે.
છેલ્લા ૨ દશકાથી ચીન અને રશિયાનો સંબંધ ઉચ્ચતમ સ્તરે પહોંચી ચુક્યો છે. બંને દેશ વચ્ચે મજબૂત આર્થિક અને સૈન્ય સંબંધ છે. બંને સ્પેસ ક્ષેત્રે એકબીજાનો સાથ આપતા રહ્યા છે. માટે ચીન કોઈ પણ સંજાેગોમાં રશિયાનો સાથ આપશે. ચીનનું મજબૂત સહયોગી ઉત્તર કોરિયા પણ રશિયાનો જ સાથ આપશે.
બીજી બાજુ સોવિયેત સંઘમાંથી અલગ થયેલા ૬ દેશો રૂસ, આર્મિનિયા, કજાખસ્તાન, કિર્ગિજસ્તાન, તજિકિસ્તાન અને બેલારૂસ વચ્ચે નાટોની જેમ સીએસટીઓ ર્ઝ્રઙ્મઙ્મીષ્ઠંૈદૃી જીીષ્ઠેિૈંઅ ્િીટ્ઠંઅ ર્ંખ્તિટ્ઠહૈડટ્ઠંર્ૈહ (ઝ્રજી્ર્ં) સમજૂતી થઈ છે. મતલબ કે તમામ દેશ રશિયા પર હુમલાની સ્થિતિમાં પોતાના પર હુમલો સમજશે. ઈરાનની અમેરિકા સાથેની તનાતની કોઈનાથી અજાણી નથી. જ્યારથી ઈરાન અને અમેરિકા વચ્ચેની ન્યૂક્લિયર ડીલ ફેલ થઈ છે ત્યારથી રૂસ ઈરાનનો સાથ આપી રહ્યું છે. માટે જ ઈરાનનું વલણ પણ સ્પષ્ટ છે.
ભારત અને રશિયા વચ્ચે છેલ્લા અનેક દશકાઓથી મજબૂત સૈન્ય સંબંધો છે અને તેનાથી પણ આગળ બંને દેશના લોકો વચ્ચે પ્રગાઢ સાંસ્કૃતિક સંબંધ છે.
ચીન મુદ્દાને છોડી દઈએ તો રશિયા દરેક મામલે ભારતનો સાથ આપતું આવ્યું છે. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં રશિયાએ સતત ૨ વખત સંયુક્ત રાષ્ટ્રમાં વીટોનો ઉપયોગ કરીને ભારતનો સાથ આપ્યો છે. આજે પણ ભારતની સૈન્ય જરૂરિયાતો રશિયા પર વધારે ર્નિભર છે. ભારત હંમેશા નોન અલાઈન્ડમાં વિશ્વાસ રાખે છે માટે યુક્રેન મામલે ભારતે તટસ્થ વલણ અપનાવેલું છે.
તાજેતરમાં જ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું હતું કે, આ મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાન માટે ડિપ્લોમેટિક સંવાદ જ સૌથી યોગ્ય વિકલ્પ છે. ન્યૂયોર્કમાં ભારતના સ્થાયી મિશને આ નિવેદનને ટિ્વટ કર્યું છે. આ ટિ્વટને રીટિ્વટ કરીને ભારતમાં રૂસી દૂતાવાસે નિવેદન આપીને ભારતના આ પગલાનું સ્વાગત કર્યું છે. નવી દિલ્હી ખાતે સ્થિત રશિયન દૂતાવાસે કહ્યું હતું કે, અમે ભારતના સંતુલિત, સૈદ્ધાંતિક અને સ્વતંત્ર વલણનું સ્વાગત કરીએ છીએ.HS