મહિલાઓ સામે અત્યાચારના સૌથી વધુ કેસ ઉત્તરપ્રદેશમાં
નવીદિલ્હી, ખુન, અપહરણ અને ખંડણી જેવા ગુનાઓના ૯૦૦૦૦ જેટલા આરોપીઓ જેલવાસ ભોગવી રહ્યા છે તેમાંથી ૧૪.૨ ટકા સામે બળાત્કારના ગુના છે. ૨૦૨૦ના વર્ષના જેલ સ્ટેટીસ્ટીક રિપોર્ટમાં એવુ બહાર આવ્યું છે કે મહિલાઓ સામેના અત્યાચારના ગુનાઓના ૧૮૬૧૫ આરોપીમાંથી ૬૭.૯ ટકા બળાત્કારના ગુનાના છે. જયારે ૨૪.૫ ટકા આવા આરોપી સામે દહેજ ધારાના ગુના છે.
આવા સૌથી વધુ ૪૭૬૦ આરોપીઓ ઉતરપ્રદેશના છે. બીજા ક્રમે મધ્યપ્રદેશના ૧૯૪૪ તથા ઝારખંડના ૧૧૯૬ છે. ૧ જાન્યુઆરીથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ના આ આંકડાકીય રિપોર્ટમાં જાહેર થયા પ્રમાણે મહિલાઓ વિરુદ્ધના અત્યાચારમાં ૬૪૫૨૦ આરોપીઓ દેશની વિવિધ જેલોમાં કેદ છે. તેમાંથી ૬૨.૮ ટકા (૪૦૫૪૫) સામે બળાત્કારના તથા ૨૨.૪ ટકા (૧૪૪૬૫) સામે દહેજ મૃત્યુના ગુના છે.
મહિલાઓને બદનામ કરવા કે છેડતી જેવા ગુનાઓનું પ્રમાણ ૭.૬ ટકા (૪૮૮૫) રહ્યું છે જયારે ૬.૫ ટકાકેસો પતિ અથવા મહિલાના નજીકના સાસરીયાના છે. મહિલાઓ સામેના અત્યાચારોના સૌથી વધુ ૩૧.૩ ટકા કેસ માત્ર ઉતરપ્રદેશમાં જ છે. ૧૦.૭ ટકા સાથે મધ્યપ્રદેશ બીજા ક્રમે તથા ૬.૪ ટકા સાથે બિહાર ત્રીજા ક્રમે છે.HS