મણિપુરમાંથી આઇઇડી સાથે બે આતંકીઓને પોલીસે પકડી પાડ્યા
ઇમ્ફાલ, મણિપુરમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રેલીને સંબોધિત કરી હતી પરંતુ મોદીના પ્રવાસ પહેલા મણિપુરમાં કાંગપોકપીની પાસેના એક વિસ્તારમાંથી આઇઇડી સાથે બે આતંકીઓને પકડી પાડ્યા હોવાની મહત્ત્વની માહિતી સામે આવી રહી છે.
આ મામલે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણીવાળા રાજ્યમાં વીવીઆઇપી મૂવમેન્ટના સમયે આતંકી હુમલાને અંજામ આપવા માટે આ માસ્ટર પ્લાસ બનાવવામાં આવ્યો હતો. ઈમ્ફાલથી કાંગપોકપી જવાના રસ્તા પર વીવીઆઇપી કોન્વોય પર બ્લાસ્ટ કરવાનું કાવતરું આતંકવાદીઓએ બનાવ્યું હતું. જાેકે, આતંકવાદીઓના મનસૂબા પર પોલીસે પાણી ફેરવી દીધું છે અને બે આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા બંને આતંકી નેશનલ સોશલિસ્ટ કાઉંસિલ ઓફ નાગાલેંડ નામના અલગાવવાદી સંગઠન સાથે જાેડાયેલા છે.
બંનેની ધરપકડ કર્યા બાદ સેકમાઈ સ્ટેશન પર લઈને આવ્યા જ્યાં તેમના સમર્થકોએ પોલીસ પર હુમલો કર્યો હતો. જે બાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને ફાયરીંગ પણ કરવું પડ્યું હતું. આ માલલે પોલીસ વધુ માહિતી મેળવવાની કોશિશ કરી રહી છે.HS