Western Times News

Gujarati News

આગામી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નીતીશકુમારના નામની ચર્ચા !

નવીદિલ્હી, દેશમાં પાંચ રાજયોની ચૂંટણીમાં હવે મધ્ય ભાગે મતદાનની કામગીરી પહોંચી છે અને ઉતરપ્રદેશ એ વધુ ચાર તબકકા તથા મણીપુરમાં જ મતદાન બાકી છે તે પછી તા.૧૦ માર્ચના પરિણામો ભારતના રાજકારણના ચિત્રને પલ્ટી શકે છે તો આ વર્ષમાં જુલાઈ-ઓગષ્ટ યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પણ શાસક-ભાજપ અને સંયુક્ત વિપક્ષ વચ્ચે પણ ટકકર થાય તેવી શકયતા છે.

જેમાં વિપક્ષો હવે રાષ્ટ્રપતિ પદના તેમના ઉમેદવાર તરીકે બિહારના હાલના મુખ્યમંત્રી નીતીશકુમારને પ્રોજેકટ કરે તેવી શકયતા પણ નકારાતી નથી.

હાલમાં જ દેશમાં ચૂંટણી મેનેજમેન્ટમાં નિષ્ણાંત ગણાતા પ્રશાંત કિશોર અને નિતીશકુમારની મુલાકાતને મહત્વની ગણવામાં આવે છે. જાે કે શ્રી નીતીશકુમારે એવું જણાવ્યું કે મારે અને પ્રશાંત કિશોરને જૂના સંબંધો છે અને તે નાતે આ મુલાકાત થઈ હતી પણ રાજકીય સૂત્રો કહે છે કે નીતીશકુમારને રાષ્ટ્રપતિ બનાવવાની વાતચીત શરુ થઈ છે અને ભાજપને પણ તેનો વિરોધ કરવો અશકય બની જશે.

બિહારમાં ભાજપની સાથે ગઠબંધન સરકાર ચલાવે છે પણ અનેક મુદાઓ પર તેઓને ભાજપ સાથે મતભેદ છે અને માનવામાં આવે છે કે પાંચ રાજયોના ચૂંટણી પરિણામો પછીના રાજકીય ચિત્રમાં દેશમાં અનેક નવા રાજકીય વળાંકો આવી શકે છે. જાે ભાજપની ધારાસભાઓમાં બેઠક ઘટે તો રાજયસભામાં તેનું પ્રતિનિધિત્વ ઘટશે અને તેથી રાષ્ટ્રપતિપદ માટે તેને પોતાની પસંદના રાષ્ટ્રપતિને સ્વીકાર્ય બનાવવાની મુશ્કેલી બનશે. દેશમાં હવે ત્રીજા ફ્રન્ટની રચનાની કાર્યવાહી ચાલુ થઈ છે તે પણ મહત્વની છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.