Western Times News

Gujarati News

કોંગ્રેસના આગેવાનોનું ભાજપમાં આગમનથી લાંબાગાળે કકળાટ સર્જશે ??!

હાઈકમાન્ડના નિર્ણય સામે કોઈ આઘુપાછુ થતુ નથી તે પણ હકીકત છેઃ ભાજપમાં સર્જાયેલા અલગ અલગ તર્ક

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોંગ્રેસમાં ફરી પાછો રાજકીય કકળાટ શરૂ થઈ ગયો છે. ચૂૃંટણીઓ નજીક આવતા જ અને પોતાના કામ-ધંધા અગર તો પોતાની આગળની પેઢીને સેટ કરવાના કથિત આશયથી પક્ષાંત્તર શરૂ થઈ ગયુ છે.

કોંગ્રેસમાંથી ભાજપ તરફ જવાનું વલણ પાછલા કેટલાંક સમયથી વધી રહ્યુ છે. દરેકની પોતાની મહત્ત્વાકાંક્ષા હોઈ શકે છે. અને તેને પૂરી કરવા અથાગ પ્રયાસ કરવામાં આવતો હોય છે. હાલમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કરનારાઓ કેટલાંક આગેવાનોની બાબતમાં આવુ કહી શકાય તેમ છે એવી ચર્ચાઓ રાજકીય ગલિયારીઓમાં થઈ રહી છે. જાે કે કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોના આગમનને ભલેે વધાવવામાં આવી રહ્યુ હોય.

પરંતુ પક્ષના કેટલાંક સંનિષ્ઠ આગેવાનો આ બાબતને ચિંતાજનક ગણાવી રહ્યા છે. તેઓનુૃ માનવુ છે કે આ વાત લાંબાગાળે પક્ષમાં કકળાટ સર્જશે.ઉદાહરણ તરીક. ખેરાલુની બેઠક પરની ટીકીટ ભાજપમાં પ્રવેશેલા કોઈ નવા રાજકીય આગેવાનને આપવામાં આવશે તો વર્ષોથી આ વિસ્તારમાં ટીકીટ માટે કામ કરતા આગવાનો ક્યાં જશે??

મહત્ત્વાકાંક્ષાઓ તો દરેકને હોય છે. આજના યુગમાં માત્ર સેવાના ઉદ્દેશ સાથે રાજકારણમાં પ્રવેશતા આગેવાનોનીે સંખ્યા ઓછી હશે. તેથી જ આ પ્રકારની પરિસ્થિતિ ભાજપ માટે ઘાતક સાબિત થઈ શકે છે. કોંગ્રેેસને તોડવા માટે ભાજપનુૃં કોંગ્રેસીકરણ થઈ રહ્યાના આક્ષેપો અંદરખાને થઈ રહ્યા છે. જાે કે ભાજપ એક શિસ્તબધ્ધ પક્ષ હોવાથી હાઈકમાન્ડના નિર્ણય સામે કોઈ આઘુપાછુ થતુ નથી. પરંતું અંદરોઅંદર રાજકીય ટાંટીયા ખેંચવાની પ્રવૃત્તિને વેગ મળી શકે છે.

ઘણી વખત બધુ સપાટી પણ આવતુ નથી હોતુ તેમ કટલાંક સંભવિત આગેવાનોનો પોતાનો તર્ક છે. જાેવાનું એ રહે છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશતા મોટામાથાઓને કેટલું પ્રાધાન્ય મળે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.