કોંગ્રેસ આગેવાનો પક્ષ કેમ છોડે છે ?! પ્રદેશ નેતાગીરીએ આત્મમંથન કરવાની જરૂર
પક્ષ પ્રત્યે વફાદારી કોને કહેવાય તે ભાજપના આગેવાનો પાસેથી શીખો !!
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોંગ્રેસના આગેવાનો એક પછી એક પક્ષ છોડીને જઇ રહ્યા છે. ૧૦૦ વર્ષ જૂની પાર્ટીમાં પાછલા કેટલાક વર્ષોમાં આવુ બનવા માંડ્યુ છે તેના કારણો જાણવા પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીએ આત્મમંથન કરવાની જરૂર છે.
કોંગ્રેસના કાર્યકરો કહે છે કે અમુક ગણ્યા-ગાંઠ્યા આગેવાનો પક્ષને ઘરની પેઢીની માફક ગણાવી રહ્યા છે આ અગાઉ પણ પક્ષોમાંથી આ પ્રકારના આક્ષેપો ઉઠ્યા હતા. કોંગ્રેસના વફાદાર કાર્યકરો તો ત્યાં સુધી કહે છે કે આંગણીના વેઢે ગણી શકાય તેમ આગેવાનોને હાંકી કાઢવાનો પક્ષમાં શાંતિ સ્થપાઇ શકે છે.
આ આગેવાનોએ પક્ષને જેટલો ફાયદો કર્યો નથી તેટલું આડકતરી રીતે નુકસાન કર્યુ છે. જાેકે, વફાદારી કોને કહેવાય તે ભાજપના આગેવાનો પાસેથી કોંગ્રેસે સીખવા જેવુ છે. ભાજપમાં આ વખતે અનેક સિનિયર આગેવાનો મંત્રીમંડળની રચનામાં કપાયા. ઘણા આગેવાનો તો મુખ્યમંત્રી પદની રેસમાં હતા.
તેઓ પણ કપાયા. પણ પક્ષવિરોધી પ્રવૃત્તિઓ શુ એક શબ્દનો ઉચ્ચાર કર્યો નથી. ભાજપના આગેવાનોની રાજકીય શિસ્ત કોંગ્રેસના આગેવાનોએ શિખવાની જરૂર નથી લગભગ કોંગ્રેસના આગેવાનો અન્યા થયાની લાગણી બતાવીને પક્ષ છોડી રહ્યા છે ત્યારે રાજકીય ગલિયારીઓમાં આ પ્રકારની ચર્ચા ચાલી રહી છે. પક્ષ સાથે વફાદારીના ગુણ કોંગ્રેસે ભાજપ પાસેથી શીખવા જાેઇએ.!!
કોંગ્રેસમાં અમુક વર્ષોમાં જ્યારે પ્રદેશ કોંગ્રેસનું નેતૃત્વ મજબુત હતુ ત્યારે સ્થિતિ સારી હતી અને કોઇપણ પ્રકારનો ઉહાપોહ સપાટી પર આવ્યો નહોતો. ત્યારપછી મોટેભાગે પ્રદેશનેતાગીરી સામે જુદા જુદા જુથના આગેવાનોએ શીંગડા ભેરવવાનો પ્રયાસ કર્યો છે. પ્રદેશ નેતાગીરીઓએ પણ ચોક્કસ જુથની મનોવૃત્તિમાંથી બહાર આવવુ પડશે નહીં તો આગામી દિવસોમાં કોંગ્રેસને વધુ નુકસાન થવાની સંભાવના રાજકીય ક્ષેત્રે વ્યક્ત થઇ રહી છે.