Western Times News

Gujarati News

દેશમાં વકરતી આતંકવાદી પ્રવૃત્તિમાં ધાર્મિક કટ્ટરતા, નિર્દોષોની હત્યા માટે સત્તાનું રાજકારણ અને ગુનેગારોને ફાંસીને માંચડે ચડાવવાની પ્રક્રિયામાં થતો વિલંબ જવાબદાર છે?!

કાયદાનું રાજ પ્રસ્થાપિત કરવાનું કામ સરકારનું છે અને ખોટા રાજકીય આદેશો ઠુંકરાવીને કાયદાનું શાસન જાળવવાની ફરજ પોલીસ અધિકારીઓની છે આટલું થાય તો પણ આતંકવાદી પ્રવૃત્તિ પર રોક લાગશે!

સેશન્સકોર્ટથી હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટ, રાષ્ટ્રપતિ સુધી પહોંચતાં ભારે વિલંબને લઈને અનેક ને ફાંસી થઈ નથી માટે વિલંબ અટકાવવા સરકાર ની કાનૂની પ્રક્રિયા ઝડપી અને સરળ ક્યારે બનાવશે?

તસવીર અમદાવાદની સેશન્સ કોર્ટ ની છે. બીજી તસ્વીર ગુજરાત હાઇકોર્ટની છે ત્રીજી તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે અને ચોથી ભારતના રાષ્ટ્રપતિ ભવનની છે! અમદાવાદમાં ૨૦૦૨માં ધર્મને નામે સામ સામે હિંસાના બનાવો બન્યા હતા અને જે તે સમયે પોલીસતંત્રની નિષ્ફળતા ને લઈને અનેક નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યા હતા!!

આ હિંસામાં જે રીતે ‘ધર્મને નામે થયેલી હિંસામાં સર્જાયેલા કાંડોથી ‘માનવજાતે ઘણું બધું ગુમાવ્યું છે અને ગુજરાતની સ્પેશિયલ સેસન્સકોર્ટના ન્યાયાધીશ શ્રી એ. આર. પટેલે ૩૮ દોષિતોને ફાંસી ની સજા ફટકારી ૧૧ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી અને મૃતક પરિવારને એક લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજાર ચૂકવવા પણ આદેશ કર્યો છે

આ એક સયોગિક પુરાવા નો કેસ હતો એટલે ૧૧૬૭સાક્ષીઓની ઉલટ તપાસ બાદ આ ચુકાદો આવેલો છે ગુજરાતના આવેલ પોલીસ ઓફિસર આશિષ ભાટિયા સીનીયર એડવોકેટ અને જાણીતા ધારાશાસ્ત્રી શ્રી એચ.એમ ધ્રુવ મુખ્ય સરકારી વકીલ શ્રી સુધીર બ્રહ્મભટ્ટ, અમિતભાઈ પટેલ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવીને આરોપીને સજા કરવામાં સફળ થયા છે!

હવે આ કેસમાં કાનૂની જંગ ગુજરાત હાઇકોર્ટમાં ચાલશે! જ્યારે કોઈ આરોપીને ફાંસીની કે આજીવન કેદની સજા થાય છે ત્યારે તેને પોતાનો કેસ રજુ કરવાની પૂરતી તક હાઈકોર્ટથી સુપ્રીમકોર્ટ સુધી અપાય છે!! ત્યાર પછી છેલ્લે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરાઇ છે અને સુપ્રીમકોર્ટે ફાંસીની સજા કર્યા પછી પણ કોઇ મહત્વનો કાનૂની મુદ્દો મળી આવે તો પણ ફાંસી આપતા પહેલા કોર્ટ તેને સાંભળે છે!!

આનો હેતુ માત્ર એ છે કે ‘સો ગુનેગાર ભલે બચી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જાેઈએ સમગ્ર દેશની સેસન્સમાંથી વિવિધ ગુના માટે ૭૫૦ આરોપીને ફાંસીની સજા થઈ છે પરંતુ મોટાભાગના આરોપી ના કેસો વિચારણા પર પડી રહ્યા છે! દેશમાં પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની હત્યામાં ચારમાંથી એક આરોપીને નિર્દોષ ઠરાવી સુપ્રીમકોર્ટે છોડી મૂકયો હતો

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા આતંકીઓ દ્વારા કરાવી તેમાં પણ ફાંસીની સજા કરી હતી પરંતુ ફાંસી આપવાના ઘણા કેસો બાકી છે આ આ સંજાેગોમાં સરકારે સેસન્સ થી સુપ્રીમકોર્ટ સુધી આતંકવાદીઓના અને ગંભીર ગુનાના કેસમાં ઝડપી નિકાલ થાય એ માટે સ્પેશિયલ કોર્ટની કુલ બેન્ચની પહેલેથી જ રચના કરવી જાેઈએ

અને કાયદામાં સુધારો કરવો જાેઈએ જેથી સજા ની ધાક ઊભી થાય. કહેવાય છે કે દુનિયાએ જર્મનીને અન્યાય કરીને હિટલર જેવો સરમુખત્યાર પેદા કર્યો હતો આનો ઇલાજ છે સતા પર માનવતાવાદી નીડર અને સક્ષમ નેતાઓના હાથમાં સત્તાનું સુકાન સોંપવું જાેઇએ. (તસવીર સમાચાર ભરત ઠાકોર તથા મુસ્કાન દ્વારા)

માનવીના ગળે વાત ઉતારવા માટે ધર્મની મદદ લેવાય છે – જ્હોન સ્ટુઅર્ડ મીલ

જાેન વેબસ્ટર નામના વિચારકે ગંભીરતાપૂર્વક કહ્યું છે કે ‘‘આ દુનિયામાં પહેલું વહેલું લોહી રેડાયું તે ધર્મને નામે!! જ્યારે બ્રિટિશ રાજકીય તો તત્વચિંતક જ્હોન સ્ટુઅર્ડ મીલે કહ્યું છે કે ‘‘જે વાતો બીજા કોઈ રીતે માણસને ગળે ના ઉતારી શકાય તે ઉતારવા માટે ‘ધર્મની મદદ લેવાય છે!!

પરંતુ કોઇ ધર્મ નિર્દોષની હત્યા કરવાનું કહેતો નથી પરંતુ નેપોલિયન બોનાપાર્ટ એ કહ્યા પ્રમાણે દરેકે ધર્મ માનવ સર્જિત છે એટલે ધર્મોનુ અર્થઘટન પણ માનવીઓ પોતપોતાની સુજસમજ પ્રમાણે કરે છે! જાે વિશ્વને આતંકવાદથી ગુનામાંથી મુક્ત કરવું હશે તો રાજકારણીઓએ સત્તા હાંસલ કરવા ધાર્મિક લાગણીઓ પ્રજામાં ભડકાવવાનું બંધ કરવું પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.