રશ્મિકા સાથે લગ્નની ચર્ચા માત્ર એક અફવા: વિજય
મુંબઇ, વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના રિલેશનશિપમાં હોવાની ઘણા સમયથી ચર્ચા છે અને તેઓ ખૂબ જલ્દી લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા હોવાની પણ અટકળો છે. વિજય દેવરકોંડા કે રશ્મિકા મંદાનામાંથી કોઈએ પણ તેઓ એકબીજાના પ્રેમમાં હોવાની વાત સ્વીકારી નથી અને રિપોર્ટ્સ સૂચવે છે કે, તેઓ આ વર્ષે જ પરણી જશે. આ બધી અટકળો પર હવે વિજય દેવરકોંડાનું રિએક્શન સામે આવ્યું છે.
તેણે ટિ્વટર હેન્ડલ પર લખ્યું છે હંમેશાની જેમ નોનસેન્સ શું આપણે માત્ર (રેડ હાર્ટ ઈમોજી) ધ ન્યૂઝથી પ્રેમ નથી કરતા! વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના ખૂબ જલ્દી બોલિવુડમાં ડેબ્યૂ કરવાના છે અને તેઓ મુંબઈમાં શિફ્ટ થયા છે. ગોવામાં બંનેએ સાથે ન્યૂ યર સેલિબ્રેટ કર્યું હતું. વિજય દેવરકોંડા એક્શન ફિલ્મ લાઈગરથી બોલિવુડમાં ડેબ્યૂ કરવાનો છે, જેમાં તેની ઓપોઝિટમાં અનન્યા પાંડે છે.
આ વિશે અમારા સહયોગી ઈટાઈમ્સ સાથે વાતચીત કરતાં એક્ટરે કહ્યું હતું કે, ‘મેં સ્ક્રિપ્ટ અને સ્ટોરી સાંભળી તરત જ હું તેનો ભાગ બનવા માગતો હતો. આ એવી સ્ટોરી છે જે મને લાગે છે કે દેશવાસીઓને જાેવી ગમશે. બોલિવુડમાં આવવાનો ઈરાદાપૂર્વક પ્લાન નહોતો.
પરંતુ ‘લાઈગર’ એવી ફિલ્મ છે, જેનાથી બોલિવુડમાં એન્ટ્રી કરી. લગ્ન અંગે પોતાના વિચાર રજૂ કરતાં ૨૫ વર્ષીય એક્ટ્રેસે એક ન્યૂઝ પોર્ટલને જણાવ્યું હતું કે, લગ્ન માટે તેની ઉંમર ઘણી નાની છે. તે ખરેખર લગ્ન વિશે વિચારતી નથી પરંતુ તેને લાગે છે કે દરેકે તેવા વ્યક્તિ સાથે હોવું જાેઈએ, જે તેમને કમ્ફર્ટેબલ ફીલ કરાવે.
જ્યારે રશ્મિકા મંદાનાને વિજય દેવરકોંડાને તે ડેટ કરી રહી હોવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, તે આવા સવાલોથી થાકી ગઈ છે. તેને લાગે છે કે, આ બધું એક એક્ટરના જીવનનો ભાગ હોય છે. તેથી તે આવી વાતો પર રિએક્ટ કરતી નથી.
રશ્મિકા મંદાના, જે હાલ ‘પુષ્પાઃ ધ રાઈસ’ની સફળતાને માણી રહી છે, તેની પણ બોલિવુડમાં આ વર્ષે બે ફિલ્મ આવવાની છે. એક્ટ્રેસ સિદ્ધાર્થ મલ્હોત્રાની ઓપોઝિટમાં ‘મિશન મજનૂ’થી ડેબ્યૂ કરશે અને તેની પાસે વિકાસ બહેલની ‘ગુડ બાય’ પણ છે, જેમાં અમિતાભ બચ્ચન લીડ રોલમાં છે.SSS