વિદ્યાર્થીએ મેડિકલ પરીક્ષા માટે કાનની સર્જરી કરાવી લગાવ્યું માઇક્રો બ્લુટૂથ
ઇન્દોર, ફિલ્મ ‘મુન્નાભાઈ એમબીબીએસ’નું તે દ્રશ્ય બધાને યાદ હશે જ્યારે સંજય દત્ત સ્સ્મ્જી ની પરીક્ષા આપવા કાનમાં ઈયરફોન લગાવીને ચીટિંગ કરતો જાેવા મળે છે.
પરંતુ તાજેતરમાં ચીટિંગનો આવો કિસ્સો મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઈન્દોરથી પ્રકાશમાં આવ્યો છે, જે જાેઈને મુન્નાભાઈ પણ દંગ થઈ જશે. વાસ્તવમાં, આ વિદ્યાર્થીએ મેડિકલ પરીક્ષા દરમિયાન ચીટિંગ કરવા માટે કાનની સર્જરી કરાવ્યા બાદ તેમાં માઇક્રો બ્લૂટૂથ ફીટ કરાવ્યું હતું. ચેકિંગ દરમિયાન જ્યારે આ વાતનો ખુલાસો થયો ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું.
આ ઘટના ઈન્દોરની એમજીએમ મેડિકલ કોલેજની છે જ્યાં વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે. પરીક્ષા શરૂ થયાના એક કલાક બાદ જબલપુર મેડિકલ યુનિવર્સિટીની ફ્લાઈંગ સ્કવોડની ટીમે જ્યારે કોલેજમાં દરોડો પાડ્યો ત્યારે એક વિદ્યાર્થી મોબાઈલ ફોન સાથે મળી આવ્યો હતો.
જ્યારે તેને આ અંગે પૂછપરછ કરવામાં આવી તો તેણે ચોંકાવનારો જવાબ આપ્યો. વાસ્તવમાં, વિદ્યાર્થીએ ટીમને જણાવ્યું હતું કે તેણે તેના કાનની સર્જરી કરવી અને બ્લુટુથ ફીટ કરાવ્યા છે જેથી તે પરીક્ષામાં ફોન દ્વારા ચીટિંગ કરી શકે. એટલું જ નહીં, તેણે એ પણ જણાવ્યું કે તેના અન્ય મિત્રએ કાનની સર્જરી કરાવી છે અને ઉપકરણ ઇન્સ્ટોલ કર્યું છે. જે બાદ યુનિવર્સિટીની ટીમે તે વિદ્યાર્થીને પણ પકડી લીધો હતો.
આ ઘટના બાદ તમામ લોકો ચોંકી ગયા છે. તે જ સમયે, કોલેજ પ્રશાસન પર બેદરકારીનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે, કારણ કે જે રૂમમાંથી વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી હતી ત્યાં ૨૦ વિદ્યાર્થીઓને જાેવા માટે માત્ર એક મહિલા શિક્ષક હતી.
જ્યારે નિયમો જણાવે છે કે પરીક્ષા હોલની દેખરેખ માટે પુરૂષ શિક્ષકની સાથે મહિલા શિક્ષક હોવા જાેઈએ. હવે યુનિવર્સિટી પ્રશાસન કોલેજને નોટિસ ફટકારીને જવાબ માંગશે, કારણ કે માત્ર મહિલા નિરીક્ષક હોવાના કારણે વિદ્યાર્થીઓની તપાસ થઈ શકી ન હતી અને તેઓ મોબાઈલ લઈ ગયા હતા.
ધરપકડ કરાયેલા આ બંને વિદ્યાર્થીઓ દેવી અહિલ્યા યુનિવર્સિટીના મેડિકલ સ્ટુડન્ટ્સ છે, જેમની અંતિમ પરીક્ષા હતી અને તે પાસ કરવા માટે, તેઓએ કાનની સર્જરી કરાવ્યા બાદ તેમના કાનમાં બ્લૂટૂથ ડિવાઇસ ફીટ કરાવ્યું હતું. આ ઘટના બાદ તેની સર્જરી કરનાર ડોક્ટરની પણ પૂછપરછ થઈ શકે છે.HS