Western Times News

Gujarati News

ચોથા તબક્કામાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો, અનેક ફરિયાદો બાદ ૫૯ બેઠકો પર મતદાન સંપન્ન

લખનૌ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કામાં નવ જિલ્લાની ૫૯ બેઠકો પર મતદાન આજે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શરૂ થયું હતું જે સાંજના છ વાગ્યા સુધી ચાલ્યું હતું.મતદાનને લઇ મતદારોમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો.૫૯ બેઠકો પર સરેરાશ ૬૭ ટકા જેટલું મતદાન થયું છે.આ તબક્કામાં, રોહિલખંડથી તરાઈ બેલ્ટ અને અવધ પ્રદેશ સુધીના નવ જિલ્લાઓની ૫૯ બેઠકો માટે ૬૨૪ ઉમેદવારો મેદાનમાં હતાં જેમના ભાવી મતદારોએ ઇવીએમમાં સીલ કર્યા હતાં.

યુપી વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે મતદાન મથકો પર સવારથી જ મતદારોની કતાર લાગી છે. લખનૌના ઘણા બૂથ પર મતદારો ભારે ઉત્સાહ સાથે જાેળ્યો હતો મતદાનની શરૂઆત પહેલા જ મતદારો તેમના કેન્દ્રો પર પહોંચી ગયા હતા અને કતારમાં ઉભા રહીને પોતાનો મત આપવાનો વારો આવે તેની રાહ જાેતા હતા અને મતદાન કર્યું હતું. મહિલાઓ અને પ્રથમવાર મતદાન કરી રહેલા મતદારોમાં ઉત્સાહ જાેવા મળ્યો હતો.

મતદાન નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ થાય તે માટે ૮૬૦ કંપની અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા હતાં.૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં આ નવ જિલ્લાઓમાં કુલ ૫૫.૩૧ ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૫૮.૨૪ ટકા મતદાન થયું હતું.

લખનૌમાં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કામાં બહુજન સમાજ પાર્ટીના નેતા સતીશ ચંદ્ર મિશ્રાએ પોતાનો મત આપ્યો. તેમણે કહ્યું કે બહુજન સમાજ પાર્ટી પૂર્ણ બહુમત તરફ આગળ વધી રહી છે, ૨૦૦૭ની જેમ આ વખતે પણ પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

લખનૌની સરોજિની નગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજેશ્વર સિંહે કહ્યું કે, ભાજપ આ બેઠક એક લાખ મતથી જીતશે. અમારો એજન્ડા નેશન ફર્સ્‌ટ છે. ભાજપ ફરી સરકાર બનાવશે.

લખીમપુર ખેરીમાં પણ મતદાન થયું હતું ત્યારે લખીમપુર સદર વિધાનસભા ક્ષેત્રમાં કાદિપુર સાની મતદાન મથક પર લગાવવામાં આવેલા ઈવીએમ મશીનમાં અવ્યવસ્થિત તત્વોએ ફેવીક્વિક નાખ્યું, જેના કારણે લગભગ દોઢ કલાક સુધી મતદાન ખોરવાઈ ગયું હતુ જાે કે બાદમાં ઈવીએમ બદલવામાં આવ્યું હતું અને મતદાન ફરી શરૂ કરવામાં આવ્યું હતું.

લખીમપુર ખીરીના સપા ઉમેદવાર ઉત્કર્ષ વર્માએ આરોપ લગાવ્યો કે કાદીપુર સાની વિસ્તારમાં એક મતદાન કેન્દ્ર પર અજાણ્યા બદમાશોએ ઈવીએમ પર હુમલો કર્યો. વર્માએ દાવો કર્યો હતો કે, એસપીના નિશાન પર ફેવિકિક નાખી દીધુ હતુ.

આ ઉપરાંત સમાજવાદી પાર્ટીએ ઘણા બૂથમાં ઈવીએમમાં ખરાબીનો આરોપ લગાવ્યો છે.સપાએ ટ્‌વીટ કર્યું, બાંદા જિલ્લા વિધાનસભાના બૂથ નંબર ૬૦ નરૈની-૨૩૪ પર ઈવીએમ મશીનમાં ખામી હતી. લખીમપુર જિલ્લાના ૧૩૭ પાલિયા વિધાનસભા મતવિસ્તારના બૂથ નંબર ૩૮,ફતેહપુર જિલ્લા વિધાનસભાના બિંદકી-૨૩૯ના બૂથ નંબર ૧૯૩, ૧૯૪ પર બીએલઓની બેદરકારીને કારણે અગાઉ સ્લીપ આપવામાં આવતી ન હતી.

ઉત્તર પ્રદેશમાં ચોથા તબક્કામાં ૯ જિલ્લાની ૫૯ બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. સવારે ૭ વાગ્યે મતદાન શરૂ થતાંની સાથે જ બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતીએ લખનૌમાં પોતાનો મત આપ્યો હતો. મતદાન કર્યા બાદ માયાવતીએ મીડિયા સાથે વાત કરી અને મતદારોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી.

માયાવતીએ કહ્યું, ‘મતદાતાઓને અપીલ છે કે, આ લોકશાહીનો તહેવાર છે, તેઓ મત આપવા માટે બહાર આવે. તમારો દરેક મત જરૂરી છે. પરમ પૂજ્ય ડૉ. ભીમ રાવ આંબેડકરના પ્રયાસોને કારણે જ અમને મતદાનનો અધિકાર મળ્યો છે. તેથી આપણે આપણા અધિકારનો ઉપયોગ કરવો જાેઈએ. લોકશાહીની ઉજવણીમાં સૌએ ભાગ લેવો જાેઈએ. બીએસપીને માત્ર દલિતો અને મુસ્લિમોના જ નહીં, પરંતુ સૌથી પછાત વર્ગ અને ઉચ્ચ જાતિના સમાજના પણ વોટ મળી રહ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.