રાજનાથ સિંહે ચાંદીનો મુગટ તોડીને ગરીબની દીકરીના પગમાં ઝાંઝર પહેરાવવા કહ્યું

File
લખનૌ, રક્ષા મંત્રી રાજનાથ સિંહની જનસભાના ભાષણ દરમિયાન કેટલાક યુવાનોએ સેનામાં ભરતી મુદ્દા પર ખલેલ પહોંચાડી દીધી. આ દરમિયાન એક યુવકે સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવ જિંદાબાદના નારા લગાવી દીધા ત્યારબાદ તેને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો.
કેન્દ્રીય મંત્રી શહેરના બંશી બજારમાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે કેટલાક યુવાનોએ તેમના ભાષણમાં ખલેલ પાડી દીધી અને દાવો કર્યો કે સેનામાં ૩ વર્ષથી કોઇ ભરતી થઈ નથી. તેના પર રાજનાથ સિંહે જવાબ આપ્યો કે તેની પ્રક્રિયા ચાલી રહી છે. તેના પર જ્યારે તેઓ શાંત ન થયા તો રાજનાથ સિંહે કહ્યું કે નેતાગીરીથી વાત બગડી જાય છે.
તેમણે કહ્યું કે હું સમસ્યાને સંપૂર્ણ રીતે સમજુ છું. કોરોના મહામારીના કારણે આ સમસ્યા થઈ. આપણે લોકો પહેલી વખત આવી મહામારીનો સામનો કરી રહ્યા છીએ.
આ સ્થિતિમાં આખી દુનિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામના વખાણ કરી રહી છે ત્યારબાદ જ્યારે સંબોધન સમાપ્ત થવાનું હતું ત્યારે એક વ્યક્તિએ નારો લગાવ્યો ગરીબોના મસીહા, અખિલેશ યાદવ જિંદાબાદ. તેના પર જ્યારે ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ)ના કાર્યકર્તા તેની તરફ વધ્યા તો રાજનાથ સિંહે મંચ પરથી તેને છોડી દેવા કહ્યું.
એટલું જ નહીં રાજનાથ સિંહે ભેટમાં મળેલા ચાંદીના મૂંગટને પાછો આપીને ગરીબની દીકરીના લગ્નના રૂપમાં તેનો ઉપયોગ કરવાના નિર્દેશ આપ્યા.
પહેલા તો રાજનાથ સિંહે મૂંગટનો સ્વીકાર કર્યો અને ત્યારબાદ કહ્યું કે હું આ ચાંદીના મૂંગટને સ્વીકાર કરતા મેનેજરને પાછો આપું છું. ચૂંટણી સમાપ્ત થયા બાદ કોઈ ગરીબ પરિવારની છોકરીના લગ્ન થયા બાદ ઘરથી વિદાઇ લઈ રહી હોય અને તેના પગમાં ચાંદીના ઘરેણાં પણ ન હોય તો એવામાં આ મૂંગટને તોડીને તેના માટે ચાંદીના ઝાંઝર બનાવી દેવામાં આવે.
રક્ષા મંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે અમે જનતાની આંખોમાં ધૂળ નાખીને નહીં આંખ મળાવીને કામ કરીએ છીએ. અમે લોકોએ કલમ ૩૭૦ સમાપ્ત કરવાની વાત કહી હતી એ પૂરી કરી.
પાડોશી દેશોમાં હિન્દુ ખરાબ જિંદગી વિતાવી રહ્યા છે. એ સમયે નાગરિકતા કાયદાને પાસ કરવાની વાત કહી હતી. તેને પૂરી કરી, હવે બીજા દેશમાં ખરાબ જિંદગી વિતાવી રહેલા લોકો ભારત આવ્યા, તેમને નાગરિકતા આપવાનો કાયદો પાસ કર્યો. હવે ખેડૂતોને ૬૦૦૦ રૂપિયા મળી રહ્યા છે હવે ૬૦૦૦ વધુ મળશે. પોલીસ ઉપાધિક્ષક રાજેશ તિવારીએ કહ્યું કે યુવકની ઓળખ અંગદ યાદવના રૂપમાં થઈ છે અને તેને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.HS