હવાલા મારફતે નાણાં ચીન મોકલવાના કૌભાંડનો પર્દાફાશ
અમદાવાદ, ગુજરાતમાં અલગ અલગ કંપનીઓની જાળ રચી હવાલા મારફત ભારતમાંથી ઇન્કમ ટેક્સ, જીએસટીની ચોરી કરવી અને હવાલા મારફત નાણા ચીન મોકલવાના એક કૌભાડનો પર્દાફાશ થયો છે અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય સુત્રધાર અને ચીનની એક કંપનીના ડીરેક્ટરની ધરપકડ કરી છે.
આ કેસમાં અત્યારે પોલીસને વિવિધ શેલ કંપનીઓના નામ મળ્યા છે, જીએસટીની મોટી કરચોરી મળી છે તે ઉપરાંત બેંકમાં જમા પડેલા રૂ.૧૫ કરોડ ફ્રીઝ કરવામાં આવ્યા છે.
વિગત અનુસાર, આ અંગેની ફરિયાદ રજીસ્ટ્રાર ઓફ ક્મ્પ્નીઝ દ્વારા નવરંગપુરા પોલીસનેફરિયાદ કરી હતી. એવો આક્ષેપ હતો કે કેટલાક સીએ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)તેમજ અન્ય મળતીયાઓ દ્વારા કાવતરૂ રચી ચાઇનીઝ શેલ કંપનીઓની પ્રથમ ડમી ભારતીય ડડરેકટર બનાવી રચના કરી કમ્પનીનની સ્થાપના થતી હતી.
પછીપાછળથી તેનું રાજીનામુ લઇ ફકત ચાઇનીઝ ડડરેકટરો દ્વારા કંપનીનું સંચાલન કરી કંપનીઓમાં ખોટી રીતે નુકસાન બતાવી નાણાકીયવ્યવહારોમાં ખોટા હિસાબો બનાવવમાં આવતા હતા. ખોટા હિસાબ થકી કેન્દ્ર સરકારના વિવિધ ટેક્સ નહી ચૂકવી જે નફો થયો હોય તે ચીન હવાલા મારફત મોકલી આપવામાં આવ્યો હતો.
આ ગુનાની તપાસ દરમ્યાન ભારતમાં ચાઇનીઝ શેલ કંપનીઓમાં સીએ તેમજ તેમના મળતીયાઓ દ્વારા ડમી ડડરેકટરો રાખી પ્રથમ કંપનીની નોધણી કરવામાં આવતી હતી. નોંધણી બાદ મળતિયાઓના રાજીનામાં લેવામાં આવતા હતા અને ફક્ત ચીનના નાગરીકો જ ડીરેક્ટર તરીકે કાર્યરત રહેતા હતા.
આ ચાઇનીઝ કંપનીઓ દ્વારા ચાઇનાથી ૭૦ ટકા રો મટીરીયલ મંગાવી તેના ભાવ મુળ કિંમતથીવધુ બતાવી બીલો રજુ કરવામાં આવતા ત્યારબાદ ફાયનલ પ્રોડકટ મશીન તૈયાર થઇ જતા તેની મુળ કિંમત કરતા ઓછા ભાવનું બીલ બનાવી ઉપરની રકમ રોકડથી મેળવી કંપનીને ખોટમાં બતાવી ઇન્કમટેક્ષ અને જીએસટી ની ચોરી કરતા હતા.
સદર ગુનાથી ભારતીય અર્થતંત્રઉપર સીધી અસર પડતી હોય ગુનાના મુળ સુધી પહોચવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યો હતો.જેમાં શુંગ્મા મશીનરી (ઇન્ડીયા) પ્રા.લી દ્વારા પ્લાસ્ટીક ઇન્જેક્શન મોલ્ડીંગ મશીન બનાવવાઆવતા હતા અને તે મૂળ કિંમતથી ઓછી કિંમતનાબીલ બનાવી રોકડથી ચૂકવાના થતા હતા.
ડિસેમ્બર૨૦૨૦ માં શુંગ્મા મશીનરી ( ઇન્ડીયા ) પ્રા.લી દ્વારા હવાલાથી એક કરોડ રૂપિયા ભારતમાંથી ચાઇના ખાતે મોકલેલ હોવાના પુરાવાઓ મળી આવ્યા છે. આહવાલો શુંગ્મા મશીનરી (ઇન્ડીયા) પ્રા.લી ના હાલના ડડરેકટર પીંગ હુઆંગ (એઈમેન ) જે તે સમયે ચાઇના ખાતે હતા ત્યારે તે ચાઇનાથી શુંગ્મા મશીનરી ( ઇન્ડીયા ) પ્રા.લીનું સેલ્સનું કામકાજ સંભાળતો હતો.તેણે જીએસએલ કાર્ગો કંપનીના માલિક ઝી ચેંગ (ડેવિડ) નો સંપર્ક કર્યો અને ભારતમાંથી હવાલો કરવાસુચના આપી હતી.
ઝી ચેંગ (ડેવિડ) ભારતમાંથી ચાઇના ખાતે હવાલાનું કામકાજ કરે છે.તેનો માણસ સુરજ ઉર્ફે સન હરીરામ મોર્ય મુંબઇ ખાતે તેનું કામકાજ સંભાળે છે.
સુરજ ઉર્ફે સન મૌર્ય આંગડીયા પેઢી હસમુખભાઇ નરોત્તમભાઇનામાલિક સંજય રમણભાઇ પટેલના મારફતે શુંગ્મા મશીનરી (ઇન્ડીયા) પ્રા.લી કંપનીમાંથી એક કરોડ રૂપિયા મેળવી બેંગકોક ખાતે હવાલાનું કામકાજ સંભાળતા. આ રકમ શાબીક નામની વ્યક્તિ મારફતપીંગ હુઆંગ (એઈમેન ) દ્વારા આપવામાં આવેલ ચાઇનીઝ બેંક એકાઉન્ટમાં એક કરોડ રૂપિયાચીનનીકરન્સીરેનેમ્બી કે યુઆમાં ટરાન્સફર કરી આપ્યા હતા.. સદર ગુનામાં હસમુખભાઇ નરોત્તમભાઇ આંગડિયા પેઢીના માલિક સંજય રમણ પટેલ ઉવ.૩૫, મહેસાણાના રહેવાસી અને સુરજ ઉફે સન હરીરામ મૌર્ય મુંબઈની ધરપકડ કરી છે.
સદર બન્ને આરોપીઓની પૂછપરછ દરમ્યાન સુરજ મૌર્ય સને ૨૦૧૭–૨૦૧૮ દરમિયાનચીન ખાતે જીએસએલ કાર્ગો કંપનીમાં નોકરી કરતો હતો જયાં ઝી ચેંગ (ડેવિડ) સાથે મુલાકાત થતાં ઓળખાણ થઇ હતી. ઝી ચેંગ (ડેવિડ) ભારતમાંથી ચાઇના ખાતે હવાલાનું કામકાજ કરે છે.ત્યારબાદ તે ચાઇનાથી મુંબઇ ખાતે આવી ગયો હતો. મુંબઇમાં ઝી ચેંગ (ડેવિડ) નું કામકાજ સંભાળવાનું શરૂ કર્યું હતું.સુરજ મૌર્ય, ઝી ચેંગ (ડેવિડ)ની સૂચના પ્રમાણે આંગડીયા પેઢીના માલિક તેમજ સંજય પટેલ તેમજ અન્ય આંગડીયા વાળાઓના સંપર્કમાં રહી રોકડ રકમનો વહીવટ કરતો હતો.
આ આરોપીઓ દ્વારા અન્ય મળતિયાઓ સાથે મળી ઘણી ડમી કંપનીઓ બનાવવામાં આવેલ છે.જે કંપનીઓના બેંક એકાઉન્ટમાં ઝી ચેંગ (ડેવિડ)ની સૂચના પ્રમાણે ચાઇકનઝ કંપનીઓ દ્વારા રૂકપયા જમા થાય છે જે અંગે માલની લેવડ– દેવડ થયા વગર ખોટા બીલો બનાવવામાં આવે છે ત્યારવાદ સદર રૂપિયા રોકડમાં મેળવી તે હવાલા મારફતે ઝી ચેંગ (ડેવિડ) દ્વારા આપવામાં આવતા ચાઇનીઝ એકાઉન્ટમાં આરએમબીમાં ટરાન્સફર કરાવી આપતો હતો. ડમી કંપનીઓ અને તેના બેંક એકાઉન્ટ અંગે તપાસ ચાલુ છે.
ડમી કંપનીઓના નામ અને બેંક એકાઉન્ટ નંબરની કવગત ઝી ચેંગ (ડેવિડ) દ્વારા મેળવી તે એકાઉન્ટમાં ચાઇનીઝ કંપનીઓ દ્વારા આરટીજીએસ મારફતે રૂકપયા જમા કરાવવામાં આવતા જે રૂકપયા સુરજ મૌર્ય રોકડમાં મેળવી સંજય પટેલ અથવા હવાલાનું કામ કરતા અન્ય આંગડીયા પેઢી થકી ઝી ચેંગ (ડેવિડ) દ્વારા આપવામાં આવેલ ચાઇનીઝ બેંક એકાઉન્ટમાં બેંગકોક ખાતે ના માણસો મારફતે આરએમબી માં ટરાન્સફર કરાવી આપતો હતો જે કંપનીઓના બેંક એકાઉન્ટ આધારે તપાસ ચાલુ છે.
આરોપી સુરજ મૌર્ય નાનો ઝી ચેંગ (ડેવિડ) ના કહેવાથી પાંચ જેટલી ચાઇનીઝ કંપનીમાં ડડરેકટર તરીકે છે.જે કંપનીઓની તપાસ તજવીજ ચાલુમાં છે.
શુંગ્મા મશીનરી ઇન્ડીયા પ્રા.લી કંપનીના હાલના ડડરેકટર અને જે તે સમયના જનરલ મેનેજર પીન્ગ હુઆંગ (એઈમેન ) દ્વારા હવાલાથી રૂકપયા એક કરોડ ચીન ખાતે મોકલી આપેલ જેની તપાસ કરી રહેલ હતા દરમ્યાન આરોપી પીન્ગ હુઆંગ નાનો ડદલ્હી ખાતે હોવાની હકીકત મળેલ અને તેની પણ ધરપકડ કરવામાં આવી છે.
હાલ સુધી અલગ અલગ ચીનની કંપનીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી આશરે રૂ. ૧૫ કરોડ જેટલી રકમ ટાંચમાં લેવામાં આવી છે.SSS