આંખો નીચેના કાળા ડાઘ દુર કરવા આ ઉપાય અજમાવો
કોઈ પણ ચામડીનો રોગ એ શરીર માટે ખૂબ હાનિકારક સાબિત થાય છે. તે ચેપી હોવાથી શરીરના બધાજ અંગોને નુકસાન કરે છે.
દરાજ, ખંજવાળ, સોરાયસીસ, અળાઈ જેવા ત્વચાના તમામ નાના-મોટા રોગોમાં તલના તેલમાં હળદર મેળવી માલીશ કરતા રહેવાથી અને થોડું ચોપડી રાખવાથી મોટી રાહત થાય છે.
આંખોનું તેજ- આંખોની નીચેના કાળા ભાગ પર સરસીયાના તેલનું માલીશ કરવાથી અને સુકાં આંબળાં અને સાકરના ચુર્ણનું સમાન માત્રામાં સવાર-સાંજ પાણી સાથે સેવન કરવાથી આંખો નીચેના કાળા ડાઘ દુર થાય છે. કાળા તલને મધમાં બારીક વાટી સવાર-સાંજ ધીમે ધીમે ઘસવાથી આઠ-દસ દીવસમાં જ આંખો નીચેનાં કાળાં કુંડાળાં દુર થાય છે.
સાથે સાથે પ્રોટીનયુક્ત આહાર વધ પ્રમાણમાં લેવો જાેઈએ. બટાટાના રસમાં બેત્રણ ટીપાં ગાજરનો રસ અને કાકડીનો રસ મેળવી રૂનાં પુમડાં બોળી આંખો પર મુકવાથી આંખો નીચેનાં કાળાં કુંડાળાં દુર થાય છે. મોઢાની કાળાશ, ખીલ મટાડવા અને મુખસૌંદર્ય માટે આમળાનો ઉકાળો કરી ગાળી એ પાણીથી મોં ધોવું અને આંખે છાંટવું. સુકાં આમળાં કફ અને ચીકાશને દુર કરે છે, ચાંદાં મટાડે છે.
ગાયનું ઘીઃ એ સ્મરણ શક્તી, બુદ્ધી, જઠરાગ્ની, વીર્ય, ઓજસ, કફ તથા મેદને વધારનાર છે. તે વાયુ, પીત્ત, ઝેર, ઉન્માદ, શોષ તથા તાવનો નાશ કરે છે. ગાયનું ઘી પચી ગયા પછી મધુર અને આંખ માટે હીતકારી છે. એ માટે એને પગના તળીયે ઘસવું જાેઈએ. જાે આંખો નબળી હોય, તેમાં દાહ અને ખંજવાળ હોય તો ગાયનું ઘી લાંબા સમય સુધી ૧૫ મીનીટ ઘસવું.
આંખ તેજસ્વી અને સ્વસ્થ બની જશે. તાંદળજાના તાજા રસમાં સાકર મેળવી પીવાથી હાથપગની બળતરા અને આંતરીક દાહનું શમન થાય છે. આંખનું તેજ વધે છે, ત્વચાની કાંતી ચમકવા લાગે છે. ત્રીફળાથી સીદ્ધ કરેલું ઘી સવાર-સાંજ બબ્બે ચમચી લેવાથી રતાંધળાપણું દુર થાય છે. આંખોનું તેજ વધે છે.
આંખની આસપાસ ખંજવાળ, ઝાંખપ, આંજણી, આંખોની બળતરા-ગરમી તથા કબજીયાત દુર થાય છે. જાે બીજી કોઈ રીતે નુકસાનકારક ન હોય જેમ કે લોહીનું ઉંચું દબાણ હોય તો શીર્ષાસન અને નીયમીત વ્યાયામ કરવો. ચામડીના રોગમાંથી મેળવો છુટકારો એ ઘરેલું ઉપચારોથી. આજકાલ લોકો ચામડીના રોગથી ખુબજ પરેશાન જાેવા મળે.
ચામડી નો રોગ એ શરીર માટે ખૂબ હાનિકારક સાબિત થાય છે. તે ચેપી હોવાથી શરીરના બધાજ અંગોને નુકસાન કરે છે. તેનો ઝડપથી ઈલાજ ન કરવામાં આવે તો તે ઘાતક સાબિત થાય છે. આ રોગમાં ખાસ કરીને ખીલ, ગુમડા, ખરજવું, ધાધર, , વગેરે નો સમાવેશ કરવામાં આવે છે. તે ચામડીમાં ચેપ લાગવાના કારણે પણ અન્ય લોકો દ્રારા પસરી આવે છે. તે પાણી, કપડાં, ખોરાક વગેરે ને કારણે ચેપગ્રસ્ત થઈ શકાય છે. ચામડીના રોગોમાંથી રાહત મેળવીશું..
ચામડીના રોગ મટાડવાના ઘરેલું ઉપચારોઃ- જે લોકોને જીર્ણ ત્વચાની સમસ્યા હોય તેવા લોકોએ કારેલીના પાન વાટીને તેની માલિશ કરવાથી ફાયદો થાય છે. ચામડીના રોગો મટાડવા નારંગી ખાવાથી આરામ મળે છે. ચામડીના વિકારો દૂર કરવા માટે તાંદરજાની ભાજી ખાવાથી રાહતની અનુભૂતિ થાય છે.
શરીર પર થતી ખંજવાળ, ખુજલી, ફોલ્લા વગેરે ને દૂર કરવા રોજ સવારે ઠંડા પાણીમાં મધ નાખીને પીવાથી આરામ મળે છે. કાચા પપૈયા નું દૂધ લગાડવાથી પણ ચામડીના રોગો મટે છે. વડની છાલ ને પાણીમાં ઉકારી તેનાથી નાહવાથી ચામડીના રોગો મટી જાય છે. ખંજવાળ, ખુજલી, દાદર, એલર્જી, વગેરે મટાડવા માટે કોબીજના પાનને જેતે જગ્યાએ લગાવવાથી તેનો પાટો બનાવી રાખવાથી મટી જાય છે.
ચામડીના રોગોમાં ગાજર અને દૂધને મિક્સ કરીને પીવાથી રોગો મટી જાય છે. ઉનાળામાં થતી એલર્જી, ખંજવાળ, દાદર, વગેરે જગ્યાએ દિવેલ દિવસમાં ૩ થી ૪ વાર લગાવવાથી ચામડીના રોગો મટી જાય છે. સફેદ કોઢ, ખરજવું, દાદર વગેરે
ગરમાળા નું ચૂર્ણ પાણીમાં ભૂકો નાખીને પીવાથી ચામડીનો આરામ મળે છે.
તેલમાં આખું મરચું કે દળેલું મરચું નાખીને બાળી તે તેલને લગાવવાથી ચામડીના રોગો મટી જાય છે. કોબીજનું શાક બનાવી ખાવાથી ત્વચાના રોગો માંથી આરામ મળે છે અને મટી પણ જાય છે. દરાજ, ખુજલી, ખંજવાળ માતે તલના તેલ માં હળદર નાખીને માલિશ કરવાથી આરામ મળે છે.
ત્વચાના રોગ માટે ગોળ, ખાંડ, ફળ, ઠંડા પીના , વાનગી, ફળ, શાકભાજી, મીઠું, પાલક, મેથી વગેરે ખાવાથી ચામડીના રોગમાં આરામ મળે છે. પાણીમાં અરડૂસીનાં પાન નાખી તેનો ઉકાળો બનાવી નાહવાથી ચામડીના રોગો મટી જાય છે.
ત્વચા રોગોમાં સોરાયસીસ. ઉપાયો અજમાવતાં પહેલાં આપના ચીકીત્સકની સલાહ અવશ્ય લેવી. સફેદ કોઢ, ખરજવું, દાદર, સોરાયસીસ, રક્તમંડલ, ખસ, લુખસ, ખુજલી વગેરે તમામ પ્રકારના ત્વચા રોગોમાં ગરમાળાનાં પંચાંગ અધકચરાં ખાંડી બે ચમચી ભુકો બે ગ્લાસ પાણીમાં એક ગ્લાસ બાકી રહે
ત્યાં સુધી ધીમા તાપે ઉકાળી, ઠંડુ પાડી ગાળીને સવાર-સાંજ પીવું. ખાટી ચીજાે લીંબુ, આમલી, ટામેટાં વગેરે બંધ કરવી. ઉકાળો તાજેતાજાે બનાવીને સવાર-સાંજ પીવો.
સોરાયસીસ ચામડીનો દારુણ વ્યાધી છે. એમાં ભયંકર ખંજવાળ આવે છે. શીયાળામાં એ ઉથલો મારે છે. સોરાયસીસને આયુર્વેદમાં વીચર્ચીકા કહે છે. કીડામારીને દીવેલમાં સારી રીતે કાલવી લગાડવાથી આ બહુ જીદ્દી રોગ ક્યાં તો પૈસાની દવાથી ક્યાં તો સેંકડો રુપીયા ખર્ચવા છતાં ન મટે એવો છે. એક વખત મટી ગયા પછી ફરીથી ઉથલો મારે એવો રોગ છે.
કોઈ દવા આ રોગ પર સચોટ પુરવાર થઈ નથી. આ રોગમાં એકને લાગુ પડતી દવા બીજાને લાગુ પડતી નથી. કીડામારી આમાં વાપરી જાેવા જેવી છે. તાજાં લીલાં પાનનો રસ અથવા પાન લસોટીને બનાવેલી પેસ્ટ ચામડીના અસસરગ્રસ્ત ભાગ પર સવાર-સાંજ લગાવવી જાેઈએ. કબજીયાત હોય તો રાત્રે સુતી વખતે એક ચમચી રમાળાનો ગોળ ખાવો.
પીપળાની છાલ સુકવી તેનું ચુર્ણ કરવું. આ ચુર્ણ બજારમાં તૈયાર પણ મળે છે. જાે સોરાયસીસમાં ચામડી સુકી રહેતી હોય તો પીપળાની છાલનું ચુર્ણ કોપરેલમાં મેળવીને લગાડવું અને જાે ચામડી ભીની રહેતી હોય તો ચુર્ણ ઉપરથી જ ભભરાવતા રહેવું. દીવસમાં બે-ત્રણ વખત લગાડતાં રહેવાથી ફાયદો થવાની શક્યતા છે.
સરખા ભાગે આમલસાર ગંધક અને કૉસ્ટીક સૉડામાં વાટેલી ખાંડ ભેળવી કાચની શીશીમાં ભરી રાખવાથી તે પ્રવાહી બની જાય છે. આ પ્રવાહી સોરાયસીસવાળા ભાગો પર થોડું થોડું દીવસમાં બે-ચાર વાર ધીરજ પુર્વક લાંબા સમય સુધી ચોપડતા રહેવાથી સોરાઈસીસ મટે છે.
ચામડીના જુના રોગો- આવી બાબતોમાં તમને વીશ્વાસ હોય તેવા ચીકીત્સકની રુબરુ મુલાકાત લઈને જ ઉપાય કરવા જાેઈએ, . ઉપાયો યોગ્ય ચીકીત્સકની મદદથી કરવા જાેઈએ, જે તમારી પ્રકૃતીને અનુકુળ દવાઓ પ્રયોજી શકે. આમ છતાં જાે તમને આમાંથી કોઈ ઉપાય નીર્દોષ જણાતો હોય અને અનુકુળ આવે તો લાંબા સમય સુધી એનું ચુસ્તપણે પાલન કરવું જાેઈએ.
જે પ્રશ્નોત્તરી દ્વારા યોગ્ય ઉપાય સુચવી શકે.આ ઉપાયો કરતાં પહેલાં તમારી ચામડીની આ તકલીફનાં કારણો જાણવાં ખુબ મહત્ત્વનું છે. કારણો દુર ન થાય તો દવાનો કશો અર્થ રહેતો નથી. ઉપરાંત એની યોગ્ય પરેજી પણ પાળવી જાેઈએ ઑલીવ ઑઈલમાં મીઠું અને કોર્ન ફ્લાઅર મેળવી મલમ જેવું બનાવી પગ પર લગાડી રાખવું.
સુકાયા પછી પાણીમાં ગુલાબજળ નાખી પગ ધોવાથી બરછટ થયેલી પગની ચામડી મુલાયમ થઈ જાય છે. અગત્સ્ય હરીતકી અવલેહ ઉત્તમ રસાયણ ઔષધ હોવાથી ચામડીની ફરીયાદમાં ફાયદો કરે છે. અમૃતારીષ્ટ ગળો, દશમુળ, જીરુ, ગોળ, પીત્તપાપડો, સપ્તપર્ણ, સુંઠ, મરી, પીપર, મોથ, નાગકેસર, અતીસ અને કડાછાલના મીશ્રણથી બનાવેલું દ્રવ ઔષધ તે અમૃતારીષ્ટ.
સારી ફાર્મસીનું આ દ્રવ ઔષધ વયસ્કો ત્રણથી ચાર ચમચી અને બાળકો અડધીથી એક ચમચી (બાળક મોટું હોય તો દોઢ ચમચી) સવાર-સાંજ સેવન કરે તો અરુચી, જીર્ણજ્વર, આંતરીક મંદ જ્વર અપચો, મંદાગ્ની, યકૃત- લીવરના રોગો, , પેટના રોગો, અશક્તી, લોહીના રોગો અને ચામડીના રોગોમાં સારો ફાયદો થાય છે.
એનાથી મળ સાફ ઉતરી કબજીયાત પણ મટે છે. અરડુસીના પાંદડાં અને દારુહળદરને ખુબ લસોટીને આ પેસ્ટ સવાર-સાંજ લગાડવાથી ખસ, ખરજવું, ચામડીના જુના રોગો મટે છે. અરણીનાં મુળનો ઉકાળો લેવાથી લોહીમાં રહેલું ઝેર બળી જાય છે. આથી ઘણા ચામડીના રોગો મટે છે.
દરાજ, ખંજવાળ, સોરાયસીસ, અળાઈ જેવા ત્વચાના તમામ નાના-મોટા રોગોમાં તલના તેલમાં હળદર મેળવી માલીશ કરતા રહેવાથી અને થોડું ચોપડી રાખવાથી મોટી રાહત થાય છે. ત્વચારોગમાં ખાંડ-ગોળ, બધી જ જાતનાં ફળ, ઠંડાં પીણાં, ઠંડી વાનગી, સાબુ અને સીન્થેટીક કાપડ, તલ, શીંગદાણા, દહીં, ભીંડા, સક્કરીયાં વગેરે બંધ કરવું.
મીઠું ઓછું કરી નાખવું. મેથી, પાલખ, તુવેરની દાળ, હળદર ઘણાં સારાં જે દરરોજ લઈ શકાય. તલના તેલમાં હળદર મેળવીને લગાડવાનું હોય છે અને એ ઉપાય ચામડીના કોઈ પણ વીકારમાં કામ કરે છે, દરાજમાં પણ આ ઉપાય કરી શકાય. એ ઉપરાંત બીજા કેટલાક ઉપાયો છે,
જે તમારી પ્રકૃતીને અનુકુળ હોય તો યોગ્ય ચીકીત્સકની સલાહ લઈને કરવા. દરાજ, કુવાડીયાના બી શેકી ચુર્ણ બનાવી ૧-૧ ચમચી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી તથા ચુર્ણને લીંબુના રસમાં ઘુંટી દાદર પર ઘસીને લગાવવાથી દાદર મટે છે. આ ચુર્ણનો કોફી તરીકે પણ ઉપયોગ કરી શકાય. એનાથી ખસ, ખુજલી, ખોડો, દરાજ, ગડગુમડ વગેરે પણ મટે છે. કુંવાડીયાનાં બીજને ખાટી છાસમાં લસોટી દાદર-દરાજ પર સવાર સાંજ લગાડવામાં આવે તો દસ-બાર દીવસમાં જ દાદરનો નાશ થઈ જાય છે.
જુની કે નવી કોઈ પણ દરાજ પર કુંવાડીયો જ વાપરવો જાેઈએ. કુવાડીયાનાં મુળને પાણીમાં વાટી લેપ કરવાથી કંઠમાળ થોડા દીવસોમાં મટી જાય છે. કુવાડીયાની ભાજી ખાવાથી થોડા દીવસોમાં કફના રોગો નાશ પામે છે. તાજા પપૈયાનું દુધ દાદર કે દરાજ પર લગાડવાથી તે મટે છે. ખંજવાળ, દરાજ, અળાઈ, એલર્જી, સોરાયસીસ જેવા દારુણ રોગોમાં પણ કોબીજનાં પાન અસરગ્રસ્ત ચામડી પર લપેટી રાખી મુકો કે પાટો બાંધી રાખો તો એ મટી જાય છે.
સફેદ કોઢ-સફેદ ડાઘ કોઢ મને છેલ્લા ત્રણ મહિનાથી થયા છે જેનો અકસીર / રામબાણ ઇલાજ જણાવવા વિનંતી આયુર્વેદમાં સફેદ કોઢ થવાનું કારણ વીરોધી ખાનપાનને ગણવામાં આવે છે. આથી સૌ પ્રથમ એની પરેજી ખાસ પાળવી જાેઈએ. સફેદ કોઢમાં આપણી ચામડી નીચેનું રંગદ્રવ્ય નાશ પામે છે. એ ચેપી નથી.
એમાંથી આપને ઉપલબ્ધ અને અનુકુળ ઉપાય તમારા વીશ્વાસુ ચીકીત્સકની સલાહ મુજબ કરવા. મનઃશીલ, હરતાલ, કાળાં મરી, સરસીયુ અથવા બાવચીનું તેલ, અને આંકડાનું દુધ આ બધાંનો લેપ બનાવી ચોપડવાથી કોઢ મટે છે. આંકડાનાં મુળ ૪૦ ગ્રામ, કરેણનાં મુળ ૪૦ ગ્રામ, ચણોઠી ૪૦ ગ્રામ, બાવચીનાં બીજ ૨૦૦ ગ્રામ, હરતાલ ૪૦ ગ્રામ, સુકો ભાંગરો ૪૦ ગ્રામ, હીરાકસી ૨૦ ગ્રામ અને ચીત્રકમુુળ ૨૦ ગ્રામનું બારીક વસ્ત્રગાળ ચુર્ણ બનાવી
એ પલળે એટલું ગૌમુત્ર નાખી ખુબ લસોટી પેંડા જેવડી સોગઠીઓ બનાવી સુકવી લેવી. આ સોગઠી પથ્થર ઉપર ગૌમુત્રમાં લસોટવી. અત્યંત ઉગ્ર ગંધને લીધે તરત ઓળખાઈ આવતા અને આખા ભારતમાં થતા બાવચીના છોડ આયુર્વેદનું પ્રસીદ્ધ ઔષધ છે.
એક ચમચી બાવચીનાં બી એક ચમચી તલના તેલમાં વાટી સવાર-સાંજ એકાદ વરસ સુધી નીયમીત પીવાથી સફેદ કોઢ અને બીજાં ચામડીનાં દર્દો નાશ પામે છે. બાવચીનાં બીને દુધમાં ખુબ લસોટી ઘટ્ટ બને ત્યારે લાંબી સોગટી બનાવી લેવી. આ સોગટીને દુધમાં ઘસી પેસ્ટ(લેપ) જેવું બનાવી કોઢના ડાઘ પર લગાવી સવારના કુમળા તડકામાં અર્ધો કલાક બેસવું. લાંબો સમય આ ઉપચાર કરવાથી કોઢ મટે છે..
આ પેસ્ટ સવાર-સાંજ સફેદ કોઢ પર લગાડવાથી કોઈને જલદી તો કોઈને ધીમે ધીમે મટે છે. આ ચુર્ણ ફક્ત બાહ્ય ઉપચાર માટે જ વાપરવું, ખાવામાં ઉપયોગ કરવો નહીં. સફેદ કોઢ અસાધ્ય ગણાય છે. શરીરના કોઈ ભાગ પર સફેદ ડાઘ થયા હોય પણ એ ભાગના વાળ સફેદ થયા ન હોય તો મધમાં નવસાર મેળવી દીવસમાં ચારેક વખત લગાડતા રહેવાથી બેએક મહીનાની અંદર પરીણામ જાેવા મળે છે. ધીરજ પુર્વક લાંબા સમય સુધી પ્રયોગ કરવો જાેઈએ.
વળી આ ઉપચારની ખુબી એ છે કે ત્વચા પર બળતરા થતી નથી. આથી શરીરના કોમળ ભાગ પર પણ કરી શકાય, અને એની કોઈ આડ અસર નથી.શાલવૃક્ષનો ગુંદર રાળ તરીકે ઓળખાય છે. દેશી દવાવાળાને ત્યાં એ રાળના તેલ તરીકે વેચાય છે.