Western Times News

Gujarati News

બપ્પી દા હોસ્પિટલમાં મોટેથી ગીત ગાવા લાગ્યા હતા

મુંબઇ, સંગીતકાર, ગાયક અને ડિસ્કો કિંગથી જાણીતા બપ્પી લહેરીએ ૧૫મી ફેબ્રુઆરીએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર નિધનના એક દિવસ બાદ કરવામાં આવ્યા હતા, કારણ કે તેમનો દીકરો બપ્પા લહેરી અમેરિકાના લોસ એન્જલસમાં હતો અને તે આવે તેની રાહ જાેવાઈ રહી હતી. પિતાના નિધન બાદ બપ્પા લહેરીએ અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી.

તેણે કહ્યું હતું કે, ‘મારા પિતા ગયા મહિને હોસ્પિટલમાં હતા. જ્યારે પણ હું તેમની સાથે વાત કરતો ત્યારે તેઓ કહેતા કે, તેમની તબિયત ઠીક થઈ રહી છે. સોમવારે (૧૪ ફેબ્રુઆરી) તેમણે ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેઓ કહેતા હતા કે, ‘ઘરે ચાલો ઘરે ચાલો’.

બીજા દિવસે તેઓ જમ્યા નહોતા. સાંજથી (૧૫ ફેબ્રુઆરી) કંઈક ઠીક લાગતું નહોતું. મમ્મીએ તેમને કહ્યું હતું કે, ‘પછી થોડુ જમી લેજાે’. અમે બે નર્સ રાખી હતી. તેમને ઠીક ન લાગતા ડોક્ટર બોલાવ્યા હતા. શું ર્ંજીછના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ હતી? તેમ પૂછતાં તેણે કહ્યું હતું ‘ના, તેમને શ્વાસની તકલીફ નહોતી.

મને લાગે છે કે તેમું હૃદય બંધ થઈ ગયું હતું. મારી બહેન, જીજાજી અને મમ્મીએ ડોક્ટરને બોલાવ્યા હતા અને તેમને તરત હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ તેઓ બચી શક્યા નહીં. અમેરિકા પરત જવાના સવાલ પર બપ્પા લહેરીએ કહ્યું હતું ‘મારે તે અંગે જાેવુ પડશે.

પરંતુ હું મારી માતા સાથે રહેવા માગુ છું. તેમણે આખું જીવન મારા પિતા સાથે પસાર કર્યું છે. મને હજી પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે, તેઓ આ દુનિયામાં નથી. હું તેમની સાથે શો કરતો હતો. અમને જે પ્રેમ મળતો હતો તે અવિશ્વસનીય હતો. મારા પિતા માત્ર સંગીતકાર કે ગાયક નહોતા, પરંતુ તેઓ દરેક સાથે જાેડાયેલા હતા. બપ્પા લહેરીએ તેમ પણ જણાવ્યું હતું કે, અંતિમ દિવસોમાં બપ્પી દા હોસ્પિટલમાં સંગીત સાંભળતા હતા.

‘તેઓ હોસ્પિટલમાં બેડ પાસે ટેબલ પર ટેપ રાખતા હતા અને સોન્ગ સાંભળતા રહેતા હતા. એક દિવસ તેમણે મોટેથી ગાવાનું શરૂ કરી દીધું હતું. મમ્મીએ તેમને કહ્યું હતું ‘શું કરી રહ્યા છો?’. તેઓ લતા મંગેશકરના નિધનથી દુઃખી હતા, કારણ કે તેઓ તેમને મા કહીને બોલાવતા હતા. તેમણે તેમને ખૂબ મદદ કરી હતી. હજી પણ મારા કાનમાં તેમનો અવાજ ગૂંજી રહ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.