સરદાર પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓની “ ઈન્ડો જર્મન ટૂલ રૂમ”, ખાતે ઇન્ડસટ્રીઅલ વિઝિટ

તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગના મિકેનિકલ વિભાગના સાતમા સેમેસ્ટરમાં અભ્યાંસ કરતા વિદ્યાર્થીઓ માટે અમદાવાદ સ્થિત “ ઈન્ડો જર્મન ટૂલ રૂમ” , નામની કંપની ખાતે ઇન્ડસટ્રીઅલ વિઝિટનું આયોજન કરાયું હતું.
આ વિઝિટનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને થીયરી સાથે સાથે પ્રેકટીકલ જ્ઞાન મળી રહે તે હતો. આ વિઝિટ માટે સંસ્થાના ચેરમેન ગિરીશભાઈ પટેલ, સેક્રેટરી શિતલભાઈ પટેલ, સંસ્થાના આચાર્ય ડો. (પ્રો) ભાવેશભાઈ શાહ , ઇન્ચાર્જ આચાર્ય શ્રી ધવલભાઈ પટેલ અને વિભાગીય વડા પ્રો. નિકી પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.