આગામી વર્ષથી ધોરણ-૧૦ની બોર્ડ પરીક્ષા રદ કરી શકે છે ગુજરાત સરકાર
અમદાવાદ, આગામી શૈક્ષણિક વર્ષથી શરૂ થતા રાજ્યમાં ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા સમાપ્ત થઈ શકે છે. ગુજરાત સરકારે નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ને અપનાવવાની કવાયત શરૂ કરી છે. જેમાં દસમા અને બારમા ધોરણમાં વિદ્યાર્થીઓને જે બોર્ડની પરીક્ષાઓનો આપવી પડે છે, તેના ભારને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે દસમા ધોરણની બોર્ડની પરીક્ષા પદ્ધતિને દૂર કરવાની ભલામણ કરવામાં આવી છે.
જાે કે, આ પગલાની અસરો પણ ઘણી મોટી છે અને તેમાં વિવિધ હિસ્સેદારો સાથે જાેડાયેલ છે, જે પણ પ્રભાવિત થશે. આ અંગે સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ હોવાને કારણે ગુજરાતનું લક્ષ્ય દ્ગઈની કરવામાં આવેલી ભલામણોના અમલીકરણમાં સૌથી આગળ રહેવાનું છે.
એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, “સરકારે એનઇપીના અમલીકરણ અંગે વિવિધ હિતધારકો સાથે ચર્ચાઓ શરૂ કરી છે. જેમાં ધોરણ ૧૦ની પરીક્ષાને દૂર કરવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીનું ગૃહ રાજ્ય હોવાને કારણે ગુજરાત નવી એનઇપીના અમલીકરણમાં પ્રથમ બ્લોકમાં પ્રથમ રહેવા માંગે છે.” સૂત્રએ વધુમાં ઉમેર્યું હતું કે, આનાથી એવા વિદ્યાર્થીઓ પરનો ભાર ખૂબ જ ઓછો થશે જેમને હાલમાં બે વર્ષના ગાળામાં બે બોર્ડની પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે.
હાલની ૧૦ ૨ સિસ્ટમ (સેકન્ડરીના ૧૦ વર્ષ અને હાયર સેકન્ડરીના બે વર્ષ)ને બદલે નવી એનઇપીમાં ૫ ૩ ૩ ૩ માળખાની જાેગવાઇ કરવામાં આવી છે. એનઇપી ૨૦૨૦ અનુસાર, પ્રથમ પાંચ વર્ષને પાયાના ગણવામાં આવશે અને તેમાં વર્ગ નર્સરીથી વર્ગ ૨ સુધીનો સમાવેશ કરવામાં આવશે.
આગામી ત્રણ વર્ષ ધોરણ ૩થી ૫ પ્રારંભિક હશે. ત્યાર પછીના ત્રણ વર્ષ વર્ગ ૬થી ૮ મિડલ રહેશે અને છેલ્લા ચાર ધોરણ ૯ થી ૧૨ સેકન્ડરી હશે.એનઇપીની જાેગવાઇ અનુસાર, ઓછામાં ઓછી ૪ વર્ષની ઉંમરના બાળકોને નર્સરી વર્ગમાં દાખલ કરવા જાેઈએ.
આનો અર્થ એ થશે કે બારમા ધોરણની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની ઉંમર ૧૮ વર્ષની હશે.આ બાબતો સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે, સરકાર ૨૦૨૨-૨૩ના શૈક્ષણિક વર્ષથી જ નવી સિસ્ટમ લાગુ કરવાની તૈયારીમાં છે. જે થોડા મહિનામાં શરૂ થશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, “તેના માટે હાલની પદ્ધતિઓમાં ફેરફાર કરવાની જરૂર પડશે. પરંતુ તેનો ઉદ્દેશ્ય આગામી શૈક્ષણિક વર્ષથી દસમા ધોરણની બોર્ડની પરીક્ષાને દૂર કરવાનો છે.”HS