પંડલીમાં ડાલુ જીપમાં પ્રતિબંધિત મહુડાના જથ્થા સાથે વેપારી ઝડપાયો

મહુડાં ભરેલાં ૩૧ કટ્ટા રાજસ્થાનથી વેચાણ અર્થે લાવતાં પકડાયો
બાયડ, મેઘરજ તાલુકાના પંડુલી પાસે પોલીસે પીઅપ ડાલામાં લઈ જવાત ૯૬,૭૦ની કિંમતના પ્રતિબંધીત મહુડાના જથ્થા સાથે વડથલીના વેપારીની અટકાયત કરી લોકઅપમાં ધકેલ્યો છે. દેશી દારૂ બનાવવામાં ઉપયોગી મહુડાનો જથ્થો રાજસ્થાનથી લાવી વેપાર માટે વડથલની દુકાનમાં ખસેડવા સમયે વેપારી પોલીસના સાણસામાં આવતાં યોગ્ય તપાસ થશે
તો રાજસ્થાનથી મેઘરજ તાલુકાના ગામડાઓમાં દારૂ બનાવવા માટે પહોંચાડવામાં આવતા મહુડા તેમજ અખાધ ગોળના વેચાણનો પર્દાફાશ થઈ શકે છે. પોલીસે મહુડાં ડાલુ જીપ તેમજ મોબાઈલ ફોન સહીત કુલ છે.
ર,૯૭,૬૭૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જીલ્લામાં અખાધ ગોળ અને પ્રતિબંધીત મહુડાનું બેરોકટોક વેચાણ થઈ રહયું છે. દેશી દારૂ બાનવનારાંઓ દુકાનોમાંથી આ જથ્થો ખરીદી ગૃહ ઉધોગની જેમ દેશી દારૂનું ઉત્પાદન કરી રહયા છે. પોલીસના રેડના તાયફા છતાં છદેશી દારૂનું દુષણ વધ્યું છે. હવે તો રાજસ્થાનમાંથી મહુડાનો જથ્થો સપ્લાય થઈ રહયો છે.
તાલુકાના પંડુલી પાસે પોલીસ બાતમીના આધારે વોચમાં હતી જે સમયે વડથલી ગામનો વેપારી ખેમચંદ મણીલાલ કલાલ પીકઅપ ડાલામાં મડાનાં ૩૧ ક્રાં ભરી પસાર થતી હોવાથી પોલીસે અટકાવી ઢાંની તલાશી લીધી જેમાં પરમીટ વગર મહુડાના જથ્થાની હેરાફેરી થતી જણાતાં મુદ્દામાલ સાથે વેપારીની અટકાયત કરી હતી.
પ્રાથમીક તપાસમાં પ્રતિબંધીત મહુડાના વેચાણ માટે જરૂરી પરમીટ વેપારી પાસે ન હોવાથી ગેરકાયદેસર તેની હેરાફેરી જણાતાં વેપારીને લોકશામાં ધકેલ્યો છે. બનાવ અંગે પ્રશાંત રમેશચંદ્રની ફરીયાદના આધારે ઈસરી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.