મોડાસાના ભાટકોટાના મહંતે ધોમધખતા તડકામાં વરસાદ માટે માથે અગ્નિકુંડ મૂકી “પંચાગ્નિ તપશ્ચર્યા” કરી
(પ્રતિનિધિ) મોડાસા, મોડાસા તાલુકાના ભાટકોટાના સુપ્રસિદ્ધ વડેશ્વર મહાદેવ મંદિરના મહંતશ્રીશ્રી ૧૦૮ મહામંડલેશ્વર રામબલી ત્યાગીજી મહારાજ છેલ્લા ૧૬ વર્ષથી વસંત પંચમીના શુભ દિવસે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ થી પંચાગ્નિ લાવી જેઠ માસની ગંગાદસમી સુધી ૪ માસ કરતા વધુ સમય કઠોર તપ કરવામાં આવે છે.
હાલમાં ભીષણ ગરમીમાં ધોમ ધખતા તડકામાં લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે ત્યારે મહંતે માથે પ્રજ્વલ્લીત અગ્નિ કુંડ મૂકી સારા વરસાદ અને પ્રજાના સુખાકારી માટે કઠોર તપ કરતા આજુબાજુના પ્રજાજનો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટતા હતા બુધવારે પંચાગ્નિ તપશ્ચર્યા ની પૂર્ણાહૂતિમાં જીલ્લાના ભક્તો અને આજુબાજુના મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંત સમાજમાં કેટલાક ભગવાધારી સંતોની પાંખડી કરતૂતો થી સમગ્ર સંત સમાજ બદનામ થતો હોય છે હજુ પણ કેટલાય સંતો અંતરિયાળ વિસ્તારોમાં ધર્મના રક્ષણ સાથે માનવસેવા માટે સતત તત્પર રહેતા હોય છે હિન્દૂ ધર્મમાં વરસાદ ખેંચાય અથવા મેઘરાજા રિસાય તો ઠેર ઠેર પર્જન્ય યજ્ઞો યોજી મેઘરાજાને રીઝવવા પ્રયત્ન કરતા હોય છે ભાટકોટાના સુપ્રસિદ્ધ વડેશ્વર મહાદેવ મંદિરના મહંતશ્રીશ્રી ૧૦૮ મહામંડલેશ્વર રામબલી ત્યાગીજી મહારાજના જણાવ્યા અનુસાર ૮૦૦ વર્ષ પહેલા જગદગુરૂ રામચંદ્રાચાર્ય પૃથ્વી પરના દુષ્કાળના અનિષ્ઠ ને નિવારવા ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ થી પંચાગ્નિ તપશ્ચર્યા નો પ્રારંભ કરાવ્યો હતો અરવલ્લી જીલ્લા સહીત સમગ્ર દેશમાં વરસાદ સારો થાય અને પ્રજાજનોની સુખાકારી માટે ૧૮ વર્ષ સુધી અહીં “પંચાગ્નિ તપશ્ચર્યા” કરવાનો નિર્ણય કર્યો હતો અને સતત ૧૭ માં વર્ષે “પંચાગ્નિ તપશ્ચર્યા” તપની પુર્ણાહુતી કરવામાં આવી છે.*