રશિયાના ૮૦૦થી વધુ સૈનિકો માર્યાનો યુક્રેનનો દાવો

નવી દિલ્હી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ગુરુવારે યુક્રેન વિરુદ્ધ યુદ્ધની ઔપચારિક જાહેરાત કરી દીધી. ત્યારબાદ રશિયન સેનાએ યુક્રેન પર આક્રમણ કર્યું. હવે યુક્રેને પણ રશિયા વિરુદ્ધ બરાબર મોરચો ખોલ્યો છે અને યુક્રેનના રાષ્ટ્રપતિ વલોદિમિર જેલેન્સ્કીએ સેનાને દેશભરમાં તૈનાતની આદેશ પર હત્યાક્ષર કર્યા છે.
આ સાથે જ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ અમેરિકા અને નાટો દેશો ઉપર પણ નિશાન સાધ્યું છે અને કહ્યું કે રશિયા સામેની લડાઈમાં અમને એકલા મૂકી દીધા. રશિયા અને યુક્રેનની સેના વચ્ચે બ્લેક સીના દક્ષિણ-પશ્ચિમમાં યુદ્ધ ચાલુ છે. આ બધા વચ્ચે યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે તેમણે રશિયાના ૮૦૦થી વધુ સૈનિકો માર્યા છે. આ ઉપરાંત રશિયાના ૭ વિમાન અને ૬ હેલિકોપ્ટર પણ તોડ્યા છે.
યુક્રેનના સ્વાસ્થ્ય મંત્રી વિક્ટર લ્યાશકોએ કહ્યું કે રશિયાા હુમલામાં યુક્રેનના ૫૭ નાગરિકો માર્યા ગયા છે અને ૧૬૯ અન્ય લોકો ઘાયલ થયા છે. લ્યાશકોએ એમ પણ કહ્યું કે યુક્રેનના અધિકારી દેશની સ્વાસ્થ્ય સુવિધાઓને ફરીથી તૈયાર કરી રહ્યા છે. જેથી કરીને દુશ્મનાવટના પગલે ઘટી રહેલા ઘટનાક્રમ વચ્ચે ચિકિત્સા સહાયતાની જરૂરિયાતવાળા લોકો માટે જગ્યા બનાવી શકાય.
ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે રોમાનિયા, હંગરી, અને સ્લોવાકિયાના પોતાના સમકક્ષો સાથે ગુરુવારે રાતે વાત કરી. યુક્રેને રશિયન સૈનિકોના હુમલા બાદ પોતાના હવાઈ વિસ્તારને બંધ કર્યો છે.
ત્યારબાદ ભારત રોમાનિયા, હંગરી, સ્વોકા ગણરાજ્ય અને પોલેન્ડની જમીન સમરહદોના માધ્યમથી યુક્રેનથી લગભગ ૧૬૦૦૦ ભારતીયોને બહાર કાઢવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વલોદિમિર જેલેન્સ્કીએ પોતાના દેશના સાઈબર હેકર્સ પાસે મદદ માંગી છે.
વોલોદિમિર જેલેન્સ્કીએ કહ્યું કે તેમના દેશના તમામ હેકર્સ રશિયાના સૈનિકો વિરુદ્ધ જાસૂસી સાઈબર મિશન ચલાવવામાં મદદ કરે. આ અગાઉ યુક્રેનના રાષ્ટ્રપતિએ ગુરુવારે નાગરિકોને હથિયારો ઉઠાવીને જંગમાં સામેલ થવાની અપીલ કરી હતી.
અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના ઈરાદા પર શક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે પુતિનની લડાઈ યુક્રેન સુધી જ સિમિત નથી. તેઓ રશિયાને જૂનું સોવિયેત યુનિયન બનાવવા માંગે છે. ન્યૂઝ એજન્સી એએફપીના રિપોર્ટ મુજબ યુક્રેનના રાષ્ટ્રપતિ વલોદિમિર જેલેન્સ્કીએ જણાવ્યું કે યુદ્ધના પ્રથમ દિવસે ૧૩૭ લોકોના મોત થયા છે.SSS