વિદિશા શ્રીવાસ્તવ નવા અનિતા ભાભી બની શકે છે
મુંબઇ, આખરે ભાભીજી ઘર પર હૈ સીરિયલને નવા અનિતા ભાભી મળી ગયા છે. અત્યાર સુધી અભિનેત્રી નેહા પેંડસે આ પોપ્યુલર કોમેડી શૉમાં અનિતા ભાભી એટલે કે ગોરી મેમનો રોલ પ્લે કરી રહી હતી, પરંતુ હવે આ રોલમાં અભિનેત્રી વિદિશા શ્રીવાસ્તવ જાેવા મળશે.
વિદિશા શ્રીવાસ્તવ અત્યારે ટીવી શૉ કાશીબાઈ- બાજીરાવ ભલ્લાલમાં શિવ બાઈનો રોલ કરી રહી છે. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે નેહા પેંડસે ભાભીજી ઘર પર હૈ શૉ છોડી રહી છે. નેહાએ મેકર્સ સાથે વાતચીત પણ કરી લીધી છે અને ત્યારથી જ નવા અનિતા ભાભીની શોધ શરુ થઈ ગઈ હતી. અમારા સહયોગી ઈટાઈમ્સને એક સૂત્રએ જણાવ્યું કે, નેહા પેંડસેનો એક વર્ષનો કોન્ટ્રાક્ટ હતો, જે એપ્રિલમાં સમાપ્ત થઈ જશે. પરંતુ નેહા કોન્ટ્રાક્ટ આગળ વધારવા નથી માંગતી. વિદિશા શ્રીવાસ્તવ આ રોલ માટે ઘણી ઉત્સુક છે.
વિદિશા શ્રીવાસ્તવે કહ્યું કે, આ એક ઘણી મોટી તક છે અને પડકારજનક પણ છે. પ્રોડ્યુસર્સે આ રોલ માટે ઘણી અભિનેત્રીઓના ઓડિશન લીધા હશે પરંતુ મને રાતોરાત ફાઈનલ કરવામાં આવી. મને લાગે છે કે હું આ રોલ માટે લુક્સ અને પર્ફોમન્સ બાબતે સંપૂર્ણપણે ફિટ બેસતી હોઈશ. આ મારા કરિયરમાં મોટો ટર્નિંગ પોઈન્ટ છે. મારા કરિયરમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો બ્રેક છે.
મહેનતનું પરિણામ ગમે ત્યારે મળે જ છે. વિદિશા જણાવે છે કે, મેં ભાભીજી ઘર પર હૈના થોડા એપિસોડ જાેયા છે. અનિતા ભાભીના પાત્રને પણ જાેયું છે, અને હવે હું તેને મારી રીતે ભજવીશ. આ પહેલાની અભિનેત્રીઓએ પણ ઘણું સારું કામ કર્યું છે અને દર્શકોના દિલ-દિમાગમાં તેમના ચહેરા છપાઈ ગયા છે. માટે મારી ઘણી મોટી જવાબદારી છે. પરંતુ હું મારી રીતથી અનિતા ભાભીનું પાત્ર ભજવીશ.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૫માં આ સીરિયલ શરુ થઈ હતી. તે સમયે અભિનેત્રી સૌમ્યા ટંડન આ રોલ ભજવતી હતી. ૨૦૨૦માં સૌમ્યા શો છોડીને જતી રહી અને ૨૦૨૧માં નેહા પેંડસેને સાઈન કરવામાં આવી. હવે આ પાત્ર વિદિશા શ્રીવાસ્તવના હાથમાં છે.
વિદિશાને યામી ગૌતમની હમશકલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને ટીવીની યામી ગૌતમ કહેવામાં આવે છે. વિદિશાએ મોડલિંગ સાથે કરિયરની શરુઆત કરી હતી. ત્યારપછી તેણે તેલુગુ, કન્નડ, મલયાલમ અને તમિલ ફિલ્મોમાં કામ કર્યું. ૨૦૧૭માં વિદિશાએ ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો. તેણે એકતા કપૂરની સીરિયલ યે હૈ મોહબ્બતેમાં ઈશિતા એટલે કે દિવ્યાંકા ત્રિપાઠીની વહુનો રોલ કર્યો હતો.
આ સિવાય તે યે જાદૂ હૈ જિન્ન કા, મેરી ગુડિયા, તુજસે હૈ રાબતા જેવી ટીવી સીરિયલમાં કામ કરી ચૂકી છે. તે ઈન્સ્ટાગ્રામ પર ઘણી સક્રિય રહે છે.SSS