Western Times News

Gujarati News

નાનપણમાં રણબિર સાથે લગ્નનું વિચાર્યું હતું: આલિયા

મુંબઇ, ગંગુબાઈ કાઠિયાવાડીના પ્રમોશનમાં એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલ વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન આલિયાએ પોતાની અંગત લાઈફ અંગે વાત કરી છે. એકવાર ફરી આલિયાએ બોયફ્રેન્ડ અને એક્ટર રણબીર કપૂર સાથે પોતાના લગ્નના પ્લાન અંગે વાત કરી છે.

આલિયાએ જણાવ્યું છે કે, તેણે રણબીર સાથે લગ્ન કરવાનું સપનું નાની ઉંમરમાં જાેઈ લીધું હતું. ઈન્ટરવ્યૂમાં આલિયા ભટ્ટે કહ્યું, “ઘણાં લોકો મને સવાલ કરી રહ્યા છે કે હું લગ્ન ક્યારે કરીશ. હું અને રણબીર ક્યારે લગ્ન કરવાના છીએ? આ સવાલોને સાંભળીને મને વિચાર આવે છે કે હું લગ્ન ક્યારે કરું તે લોકોનો વિષય નથી. બીજું એ કે અમને પહેલા શાંતિ જાેઈએ છે. જાેકે, અમે લગ્ન કરીશું તે ર્નિણય લઈ ચૂક્યા છીએ.

હાલ તો અમે હેલ્ધી રિલેશનશીપમાં છીએ. એટલે આ સવાલને જવા દેવો જાેઈએ. અમારે જ્યારે લગ્ન કરવા હશે ત્યારે કરી લઈશું. લગ્વમાં સમય લાગે છે અને અમારા લગ્ન પણ યોગ્ય સમયે થઈ જશે. આલિયાએ આગળ કહ્યું, “જાે તમે જાણવા માગતા હો કે હું રણબીર સાથે લગ્ન ક્યારે કરીશ તો જણાવી દઉં કે મારા મગજમાં ક્યારના મેં તેની સાથે લગ્ન કરી લીધા છે.

એટલું જ નહીં મે રણબીર કપૂરને પહેલીવાર સ્ક્રીન પર જાેયો ત્યારે જ નક્કી કરી લીધું હતું કે તેની સાથે લગ્ન કરીશ. એ વખતે હું ખૂબ નાની હતી, સ્વીટ અને ક્યૂટ હતી. લગ્ન વિશે આલિયા શું માને છે તે જણાવતાં કહ્યું, “લગ્ન મોટો ર્નિણય છે. જ્યારે તમે શાંત હો અને આ વિષય પર તમારા મગજમાં ઘણું ચાલતું હોય ત્યારે તમે ર્નિણય કરો છે. તમારો સંબંધ પર્ફેક્ટ સ્ટેજમાં હોય છે ત્યારે લગ્ન કરો છો.

આલિયા ભટ્ટે એમ પણ કહ્યું કે, વારંવાર લગ્નનો સવાલ સાંબળીને તેને થોડો ગુસ્સો આવે છે. જાેકે, પછી હું શાંત થઈ જાઉં છું અને કહું છું કે આ મુદ્દે વાત નથી કરવી. હું સમજું છું કે અમે પબ્લિક ફિગર છીએ એટલે લોકોને અમારા વિશે જાણવાની ઉત્સુકતા રહે છે પરંતુ જ્યારે અમે કોઈ ર્નિણય લઈશું ત્યારે જણાવીશ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.