રશિયા-યુક્રેન યુદ્ધ પર ગોલમાલ મીમ શેર કરી અરશદ ટ્રોલ થયો
મુંબઇ, રશિયાએ કરેલા હુમલાથી યુક્રેનમાં ગંભીર સ્થિતિ પેદા થઈ ચૂકી છે. દુનિયાના શક્તિશાળી દેશોમાં એક રશિયાના હુમલાનો સામનો કરી રહેલુ યુક્રેન સતત પ્રયત્ન કરી રહ્યું છે કે, રશિયાની સેનાને જડબાતોડ જવાબ આપી શકે. યુક્રેન યુરોપના ગરીબ દેશોની યાદીમાં સામેલ છે, એવામાં અમેરિકા અને નાટો સભ્ય સહિતના મોટાભાગના દેશો રશિયાના હુમલાને વખોડી રહ્યા છે.
રશિયાએ કરેલા હુમલાથી યુક્રેન નાગરિકો પણ નાસીપાસ થઈ રહ્યા છે. જાેકે આ યુદ્ધની ગંભીરતાથી વિરુદ્ધ બોલીવુડના જાણીતાં એક્ટર અરશદ વારસીએ એની સુપરહિટ ફિલ્મ ગોલમાલ પર બનેલી એક મીમ શેર કરી છે. એક્ટરે રશિયા-યુક્રેન યુદ્ધને પોતાના દ્રષ્ટિકોણથી દર્શાવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ મીમ શેર કરીને અરશદ વારસી લોકટીકાનો ભોગ બની રહ્યો છે.
ગોલમાલ મીમમાં અજય દેવગણ, શર્મન જાેશી, તુષાર કપૂર, રિમી સેન અને મુકેશ તિવારી પણ જાેવા મળી રહ્યા છે. એક્ટરે આ મીમ દ્વારા ફ્રાંસ, જર્મની અને અમેરિકાને વિશે પણ પોતાનો મંતવ્ય રજૂ કર્યો છે એમ કહી શકાય. અરશદ વારીએ મીમ શેર કરવાની સાથે લખ્યું છે કે, ગોલમાલ એના સમયથી બહુ આગળ છે.
આ સાથે એક્ટરે સ્માઈલ ઈમોજી પણ શેર કરી છે. જાેકે પોતાના પ્રતિભાશાળી અભિનયના દમ પર ચાહકોના દિલો પર રાજ કરનારા અરશદ વારસીએ શેર કરેલી મીમ લોકોને પસંદ નથી આવી રહી. ઘણા લોકો એક્ટરની ટીકા કરી રહ્યા છે.
અરશદ વારસીએ શેર કરેલા મીમ પર એક યૂઝર લખે છે- એક કલાકાર તરીકે તમારું સન્માન કરું છું પરંતુ યુદ્ધની પરિસ્થિતિનો મજાક ઉડાવવો તમારી અસંવેદનશીલતને દર્શાવે છે. અન્ય એક યૂઝરે લખ્યું છે-ભાઈ તમારા મીમ તમારી પાસે જ રાખો, કોઈ હંસી નથી રહ્યું.
લાંબા સમયથી રશિયા-યુક્રેન વચ્ચે તણાવ વધી રહેલા તણાવે યુદ્ધનું રુપ લઈ લીધું છે. ગુરુવારે રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો છે. જેના કારણે યુક્રેનમાં ગંભીર સ્થિતિ પેદા થઈ ચૂકી છે. રશિયાના હુમલાના લીધે નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે. બંને દેશો દાવા કરી રહ્યા છે કે તેઓ એકબીજાની સેનાને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે.SSS