મમ્મીની કેન્સર સામેની લડાઈ વિશે વાત કરતાં કાર્તિક રડી પડ્યો
મુંબઇ, બોલિવુડ એક્ટર કાર્તિક આર્યન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી શક્યો છે અને હવે તેને કોઈ ઓળખાણની જરૂર નથી. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. કાર્તિક આર્યન હાલ ચચાર્ાં છે. વાત એમ છે કે, કાર્તિક આર્યને સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને તે જાણકારી આપી છે કે તેના મમ્મી માલા તિવારીને કેન્સર થયું હતું, જેને તેઓ હરાવી ચૂક્યા છે.
કાર્તિક આર્યને હાલમાં મમ્મી સાથે એક ઈવેન્ટમાં હાજરી આપી હતી, જ્યાં તેણે કેન્સર પીડિતો સાથે સમય પસાર કર્યો હતો. કેન્સરની જાગૃકતા તેમજ તેના સામેની લડાઈ અંગે યોજાયેલા કાર્યક્રમમાં કાર્તિક આર્યન ચીફ ગેસ્ટ હતો, જ્યાં તેમણે તેના મમ્મી સહિતના પીડિતોનું સન્માન કર્યું હતું. એક્ટરે કાર્યક્રમમાંથી તેના સોન્ગ ‘તેરા યાર હૂં મેં’ પર ડાન્સ કરતી નાનકડી ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
વીડિયોમાં, કાર્તિક આર્યન સ્પીચ આપતો અને કેન્સર સામેની મમ્મીની લડાઈ વિશે વાત કરતો જાેઈ શકાય છે. જ્યારે એક્ટર આ વિશે વાત કરે છે ત્યારે તેની આંખમાં આંસુ પણ આવી જાય છે. ફેન્સ સાથે વીડિયો શેર કરીને કાર્તિક આર્યને લખ્યું છે ‘આ સોન્ગના શૂટિંગ દરમિયાન કિમોથેરાપી સેશન માટે જવાથી લઈને હવે સ્ટેજ પર આ જ સોન્ગ પર શૂટિંગ કરવા સુધી.
જર્ની મુશ્કેલીભરી રહી! પરંતુ તેની સકારાત્મકતા, મનોબળ અને નિડરતાએ અમને ટકાવી રાખ્યા. આજે હું ગર્વથી રહી શકું છું કેઃ મારી મમ્મી કેન્સર સામેની લડાઈ લડી અને જીતી પણ. અને તેથી જ અમે બધા પણ મજબૂત છીએ. મમ્મી તારા પર મને ખૂબ જ ગર્વ છે, તે તમામ લોકો પ્રત્યે આદર જેઓ તેમ ન કરી શક્યા અને તેઓ જેમણે આ બીમારી સામે લડવાની હિંમત દેખાડી.
કાર્તિક આર્યને જેવો વીડિયો શેર કર્યો કે તરત જ ઈન્ડસ્ટ્રીના તેના મિત્રો જેમ કે, વરુણ ધવન, ફરાહ ખાન, વરુણ શર્મા, બોસ્કો માર્ટિસ અને મિલાપ ઝવેરી, સોફી ચૌધરી સહિતે કોમેન્ટ સેક્શનમાં હાર્ટ ઈમોજી મૂક્યું. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કાર્તિક આર્યન પાસે ઘણી ફિલ્મો છે.
જેમાં શહેઝાદા, ફ્રેડી, કેપ્ટન ઈન્ડિયા, ભુલ ભૂલૈયા ૨ તેમજ સાજિદ નાડિયાદવાલા સાથેની અનટાઈટલ્ડ ફિલ્મનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, એક્ટરે ‘પ્યાર કા પંચનામા’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું.SSS