Western Times News

Gujarati News

યુક્રેનમાં ભારતનું ‘મિશન એરલિફ્ટ,ફસાયેલા ૧૬ હજાર ભારતીયોને બહાર કાઢવાની તૈયારી

નવીદિલ્હી, યુક્રેનમાં રશિયન હુમલા બાદ હજારો ભારતીયો ત્યાં ફસાયા છે. આવી સ્થિતિમાં, ભારતે યુક્રેનમાંથી તેના નાગરિકોને બહાર કાઢવા માટે એક મોટી રાજદ્વારી પહેલ કરી છે. યુક્રેનમાં રશિયન હુમલાઓ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી.

આ દરમિયાન પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને ભારતની ચિંતાઓથી વાકેફ કર્યા હતા. , પીએમએ કહ્યું કે, ભારત તેના નાગરિકોના સુરક્ષિત બહાર નીકળવા અને પરત ફરવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે.

આ પહેલા પીએમ મોદીએ યુક્રેનમાં ફસાયેલા લગભગ ૧૬૦૦૦ ભારતીયોની સુરક્ષા માટે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક બોલાવી હતી.

આ બેઠકમાં નાગરિકોના સ્થળાંતર અને યુક્રેનની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. વાસ્તવમાં, રશિયાના હુમલા બાદ યુક્રેને તેની હવાઈ સરહદો બંધ કરી દીધી છે. આવી સ્થિતિમાં ભારત હંગેરી, પોલેન્ડ, સ્લોવાકિયા અને રોમાનિયા થઈને ભારતીયોને રોડ માર્ગે બહાર કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ મીડિયાને કહ્યું, “વડાપ્રધાને ઝ્રઝ્રજી મીટિંગમાં કહ્યું કે સરકારની ટોચની પ્રાથમિકતા વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકોની સુરક્ષા અને યુક્રેનમાંથી તેમને બહાર કાઢવાની છે.” “હું યુક્રેનિયન વિદ્યાર્થીઓ અને તેમના પરિવારના સભ્યો સહિત તમામ ભારતીય નાગરિકોને ખાતરી આપવા માંગુ છું કે અમે તમને સુરક્ષિત રીતે પાછા લાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરીશું,HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.