બજાર પટકાતાં અંબાણી-અદાણીને ૮૮ હજાર કરોડનું નુકશાન થયું
નવી દિલ્હી, યુક્રેન વિરુદ્ધ રશિયાની સૈન્ય કાર્યવાહીથી ગુરૂવારે ઘરેલૂ શેર બજારમાં મોટો ઘટાડો જાેવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ ૨૭૦૦ પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. આ મોટા ઘટાડાથી રોકાણકારોને ૧૩ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું. દેશના બે ધનવાનો મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને કુલ ૮૮ હજાર કરોડ રૂપિયાનો ઝટકો લાગ્યો છે.
બ્લૂમબર્જ બિલિયનરિસ ઈન્ડેક્સપ્રમાણે એશિયા અને ભારતના સૌથી મોટા ધનીક મુકેશ અંબાણીની નેટવર્થમાં ગુરૂવારે ૫.૨૫ અબજ ડોલરનો ઘટાડો થયો છે. હવે તેમની નેટવર્થ ૮૪.૬ અબજ ડોલર રહી ગઈ છે. પરંતુ હજુ પણ તે વિશ્વના ધનવાનોની યાદીમાં ૧૦માં નંબર પર છે. આ વર્ષે તેમના નેટવર્થમાં ૫.૩૪ અબજ ડોલરનો ઘટાડો થયો છે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં ગુરૂવારે ૬.૪૩ અબજ ડોલરનો ઘટાડો આવ્યો. ભારત અને એશિયાના બીજા સૌથી મોટા ધનીક અડાણીની નેટવર્થ હવે ૮૦.૬ અબજ ડોલર રહી ગઈ છે. આ વર્ષે તેમની નેટવર્થમાં ૪.૦૯ અબજ ડોલરનો વધારો થયો છે. તે દુનિયાના ધનીકોની યાદીમાં ૧૧માં સ્થાને છે. ગુરૂવારે ભારતીય રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો, તો અમેરિકાના ધનવાનોને ફાયદો થયો.
અમેરિકી શેર બજાર મોટા ઘટાડાની સાથે ખુલ્યા પરંતુ દિવસ વધવાની સાથે તેમાં રિકવરી જાેવા મળી હતી. અંતમાં શેર હજાર તેજી સાથે બંધ થયું. તેમાં ખાસ કરીને ટેક કંપનીઓ અમેરિકી ધનવાનોની નેટવર્થમાં તેજી આવી છે.
બ્લૂમબર્જ બિલિયનરિસ ઈન્ડેક્સપ્રમાણે ટેસ્લાના સીઈઓ એલન મસ્કના નેટવર્થમાં ગુરૂવારે ૮.૪૯ અબજ ડોલરની તેજી આવી. તે ૨૦૭ અબજ ડોલની નેટવર્થની સાથે વિશ્વના સૌથી ધનીક બની ગયા છે. એમેઝોનના જેફ બેઝોસની નેટવર્થ પણ ગુરૂવારે ૬.૪૭ અબજ ડોલર વધી અને તે ૧૭૬ અબજ ડોલરની સાથે દુનિયાના બીજા સૌથી ધનવાન છે.
ફ્રાન્સના બિઝનેસમેન અને વિશ્વની સૌથી મોટી લગ્ઝરી ગુડ્સ કંપની એલવીએમએચ મોએત હેન્સીના ચેરમેન ઓફ ચીફ એક્ઝિક્યુટિવ બર્નાર્ડ આરનોલ્ટ (૧૪૮ અબજ ડોલર) આ લિસ્ટમાં ત્રીજા અને માઇક્રોસોફ્ટના બિલ ગેસ્ટ (૧૨૪ અબજ ડોલર) ચોથા સ્થાને છે.
અમેરિકાના કમ્પ્યૂટર સાયન્ટિસ્ટ અને ઇન્ટરનેટ ઉદ્યમી લૈરી પેજ ૧૧૮ અબજ ડોલરની સાથે આ યાદીમાં પાંચમાં સ્થાને છે. ગૂગલના કો ફાઉન્ડર સર્ગેઈ બ્રિન ૧૧૩ અબજ ડોલરની સાથે છઠ્ઠા, જાણીતા રોકાણકાર વોરેન બફેટ ૧૧૨ અબજ ડોલરની નેટવર્થ સાથે સાતમાં.
અમેરિકી બિઝનેસમેન અને રોકાણકાર સ્ટીવ બાલ્મર ૧૦૬ અબજ ડોલરની સાથે આઠમાં અને લૈરી એલિસન ૯૨.૬ અબજ ડોલરની નેટવર્થ સાથે નવમાં સ્થાને છે.SSS