યુક્રેન સૈનિકોના યુનિફોર્મ પહેરી રશિયન સૈનિકો આગળ વધે છે
મોસ્કો, એક જાસૂસ જ્યારે રાષ્ટ્રપતિ બને ત્યારે તેના દેશની દરેક નીતિ અને ખાસ કરીને કૂટનીતિ તો જાસૂસીની નજરથી જ કાર્યાંવિત થવાની છે. અમેરિકા અને નાટોના સહયોગ વગર જ યુક્રેન હાલ એકલા હાથે મહાકાય રશિયન આર્મી અને એરફોર્મ સામે લડી રહ્યું છે.
દેશની સુરક્ષા માટે સૈનિકો ખડેપગે છેલ્લા દોઢ દિવસથી રશિયન મિલેટ્રીનો સામનો કરી રહી છે. જાેકે રશિયન આર્મી કઈંક અલગ જ રીતે યુક્રેનને ડફોળ બનાવી રહી છે.
રશિયાના સૈનિકો યુક્રેનના સૈનિકોને બંધક બનાવી રહ્યાં છે અને તેમના જ કપડા એટલેકે યુક્રેન આર્મીનો યુનિફોર્મ પહેરીને હવે યુક્રેનના શહેરો તરફ આગળ વધી રહ્યાં છે. આ વાત અન્ય કોઈ નહિ પરંતુ યુક્રેનના ડિફેન્સ મિનિસ્ટરે જ કહી છે.
યુક્રેનના નાયબ સંરક્ષણ પ્રધાને કહ્યું કે યુક્રેનિયન યુનિફોર્મ પહેરેલા રશિયન સૈનિકો યુક્રેનિયન લશ્કરી વાહનોને જપ્ત કરી રહ્યાં છે અને તે યુક્રેનના યુનિફોર્મ પહેરીને યુક્રેનના જ લશ્કરી વાહનો લઈને હવે કિવ તરફ આગળ વધી રહ્યા છે અને હુમલા કરી રહ્યાં છે.SSS