Western Times News

Gujarati News

રાજયની પ્રાથમિક શાળાઓમાં ૧૮ એપ્રિલથી ર્વાષિક પરીક્ષાનો પ્રારંભ થશે

(એજન્સી)અમદાવાદ, ધોરણ.૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયાં બાદ પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતાં ધોરણ-૩થી૮ના વિધાર્થીઓની ર્વાષિક પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર થયો છે. જીસીઆરટી દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમ મુજબ પ્રાથમીક શાળાની ર્વાષિક પરીક્ષા ૧૮ એપ્રિલથી શરૂ થશે. અને ર૮ એપ્રિલના રોજ પૂર્ણ થશે.

આ પરીક્ષામાં ધોરણ-૩ થી ૮ના તમામ વિષયોમાં દ્વિતીય સત્રનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે. સતત બે વર્ષ સુધી કોરોનાના કારણે ર્વાષિક પરીક્ષા યોજયા વિના જ વિધાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેથી આ વર્ષે એટલે કે, ત્રીજા વર્ષે સ્કુલોની ર્વાષિક પરીક્ષા આપવામાં આવશે.

તમામ ધોરણની પરીક્ષા સવારે ૮ વાગે શરૂ કરવામાં આવશે. પરીક્ષાને લઈ શિક્ષણ વિભાગે પ્રસિદ્ધ કરેલી સુચનાઓ મુજબ ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજીક વિજ્ઞાન, પર્યાવરણ વિષયની સમાન કસોટીઓ અમલી કરવાની રહેશે.

ઉલ્લેખનીયછ કે વર્ષ-ર૦ર૦ના માર્ચ મહીનામાં ગુજરાતમાં કોરોનાએ એન્ટ્રી કરી હતી. દરમ્યાન ધોરણ-૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષાઓ યોજાઈ શકી હતી પરંતુ ધોરણ-૩થી૯ અને ધો.૧૧ની ર્વાષિક પરીક્ષાઓ યોજાઈ નહોતી. જેના કારણે રાજય સરકાર દ્વારા ધોરણ-૧થી૯ અને ૧૧ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું જાેકે બીજી વર્ષે એટલે કે, વર્ષ -ર૦ર૧માં પણ કોરોનાની સ્થિતી યથાવત રહેતા ધોરણ-૧થી ૧રના તમામ વિધાર્થીઓને માસ પ્રમોશનથી પાસ કરી દેવાયાં હતાં.

જાેકે હવે આ વર્ષે હાલની સ્થિતિએ કોરોના શાંત થવા લાગ્યો છે. જેથી બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયાની સાથે ધોરણ-૩થી૮ના વિધાર્થીઓની ર્વાષિક પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.