સ્કુલ, કોલેજાેની આસપાસ બિનજરૂરી આંટાફેરા કરનાર સામે પોલીસ પગલાં ભરશે
સુરત, શહેરમાં બનેલી ઘટનાના પગલે સ્કુલ, કોલેજાેથી લઈને ગર્લ્સ હોસ્ટેલની આસપાસ બિનજરૂરી હરતાફરતા પુરૂષો સામે પોલીસ કડક બની પગલાં ભરશે. ગ્રીષ્મા હત્યા કેસમાં ક્રાઈમ અને મહિલા બાળકીઓની સામે થઈ રહેલા અત્યાચારને જાેતાં સુરત પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોઈપણ સમાજ ત્યારે સભ્ય જણાય કે જ્યારે સમાજના તમામ વર્ગ શાંતિ અને નિર્ભયતાથી પોતાનું જીવન વ્યતિત કરી શકે. વિશષ કરીને મહિલાઓ, કિશોરીઓ, બાળકીઓે પોતાને સુરક્ષિત સમજે અને નિર્ભય થઈને ઘરની બહાર હરીફરી શક તે ખુબ જ જરૂરી છે.
તેમ છતાં કેટલાંક અનિષ્ઠ તત્ત્વો સ્કુલ-કોલેજ જતી વિદ્યાર્થિનીઓ, પોતના કામે અકલી જતી મહિલાઓ-યુવતિઓને અભદ્ર ચેનચાળા કરી પીછો કરીને અશ્લીલ શબ્દોનેા ઉચ્ચારણ કે મહિલાઓ પર હુમલો કરીને પજવતા હોય છે.
અમુક કેસોમાં બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ પણ બને છે.
જેથી આવા બનાવોને અટકાવવા તેમજ મહિલા સુરક્ષા વધારવાના હેતુસર પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે એક જાહેરનામંુ બહાર પાડ્યુ છે. તા.૧૭મી ફૈબ્રુઆરથી ૧૭ એપ્રલ સુધી શહેરી વિસ્તારમાં વ્યાજબી કારણ વગર સ્કુલો, કોલેજાે, ટ્યુશન કલાસ તથા મહિલા હોસ્ટેલ આસપાસ પ૦ મીટર સુધી જાહેર માર્ગ
ઉપર કોઈપણ પુરૂષ વ્યાજબી કારણ વગર વાહન સાથે અથવા વાહન વગર ઉભા રહેવા કે બેસવા ઉપર પ્રતિબંધ મુક્યો છે અને જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. વધુમાં લોકમુખે ચર્ચાતુ હતુ કે આવા કાયદો આખા ગુજરાત અને દેશમાં લાગુ કરાય તો બેન-બેટીની સલામતી રહે.