વિજયનગરના ખોખરા ચેકપોસ્ટ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) વિજયનગર તાલુકાના ખોખરા ચેકપોસ્ટ પાસે આજે વાહન ચેકીંગ દરમિયાન રાજસ્થાનથી બલેનો ગાડીમાં ગુજરાતમાં ઘુસાડાતો વિદેશી દારૂનો જથ્થો સહિત રૂ.૩.૨૭ લાખનો મુદામાલ. જપ્ત કરવામાં આવ્યો છે. આ ગુનામાં રાજસ૮ જસમંદર જિલ્લાનો શખ્સ ઝડપાયો છે જેની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.
આજે વિજયનગર પો.સ.ઇ. એલ.પી.રાણા,હેકો. પ્રદ્યુમ્નસિંહ, કિરણસિંહ, હરિસિંહ અને દીનેશસિંહ દ્વારા બપોરે ખોખરા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ હાથ ધરવામ આવ્યું હતું એ દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી બલેનો ગાડી રોકીને તેની તલાશી લેવામાં આવતા આ ગાડીમાં બનાવેલ ગુપ્ત ખાનાઓમાં વિદેશી દારૂની રૂ.૨૭૦૦૦થી વધુ કિંમતની ૩૧ બોટલો મળી આવી હતી.
દારૂનો આ જથ્થો અને રૂ.૩ લાખની ગાડી મળી રૂ.૩.૨૭ લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે અને ગાડીના ચાલક આરોપી ગણપતસિંહ ગંગારામસિંહ રાઠોડ(રહે.કાલમાના,કુરજ, રાજસમંદર, રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી છે.