Western Times News

Gujarati News

કેડિલા હેલ્થકેર હવે ઝાયડસ લાઇફ સાયન્સિસ બની

ઝાયડસે એની ‘નવીનતા અને સારવાર’ કેન્દ્રિત નવી કોર્પોરેટ બ્રાન્ડ ઓળખ જાહેર કરી

અમદાવાદ,  ઝાયડસ ગ્રૂપે જાહેરાત કરી હતી કે, ગ્રૂપની લિસ્ટેડ કંપની કેડિલા હેલ્થકેર લિમિટેડ સાથે એની નવી બ્રાન્ડ ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડ તરીકે ઓળખાશે.

કંપનીની નવી બ્રાન્ડ ઓળખમાં સારવાર અને દેખરેખ સાથે વિજ્ઞાન અને નવીનતા પ્રત્યેની કટિબદ્ધતાના સંકેત સમાન બે કલર પર્પલ અને ટીલમાં બે હૃદયનો સમન્વય થયો છે.

હેલ્થકેરમાં 70 વર્ષથી વધારે ગાળાના સમૃદ્ધ વારસા સાથે ગ્રૂપ અત્યારે અગ્રણી, નવીનતા-સંચાલિત, આંતરરાષ્ટ્રીય લાઇફ સાયન્સિસ કંપનીઓ પૈકીની એક છે.

કંપની માટે નવા સ્પષ્ટ વિઝનની શરૂઆત સમાન આ પ્રસંગે ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડના શ્રી પંકજ આર પટેલે કહ્યું હતું કે, “અમે વિજ્ઞાન અને નવીનતાથી સંચાલિત દર્દી-કેન્દ્રિત સમાધાનો પ્રસ્તુત કરવાનાં અમારા પ્રયાસોમાં હંમેશા પરિવર્તન અને રૂપાંતરણ કરવામાં માનીએ છીએ.

વિવિધ અભિગમો સાથે અમે દુનિયામાં હેલ્થકેર પડકારોનું મસાધાન કરીએ છીએ, સ્વસ્થ સમુદાયોનું નિર્માણ કરીએ છીએ. આ કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીને અમે નવી સંભવિતતાઓ હાંસલ કરવાનું જાળવી રાખીશું, જે જીવનને અસર કરી શકે છે અને જીવનમાં પરિવર્તન લાવતા સંશોધનો સાથે લોકોનું ઉત્થાન કરે છે.”

આ નવી ઓળખ પર ઉપયોગી જાણકારી આપતા ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડો. શરવિલ પટેલે કહ્યું હતું કે, “અમારી નવી બ્રાન્ડ ઓળખમાં અમારી કામગીરીનો ખરાં અર્થમાં સમન્વય થયો છે. અમે નવીનતા, વિજ્ઞાન અને અદ્યતન ટેકનોલોજીના પીઠબળ સાથે દર્દીઓ માટે સારવાર અને દેખરેખ પ્રદાન કરવાના ઉદ્દેશથી સંચાલિત કંપનીએ છીએ.

અમારા હાર્દમાં આ ગુણો સાથે અમે દર્દીઓ અને સમુદાયોમાં અર્થસભર ફરક લાવવા ઇચ્છીએ છીએ. આ સારવાર, સંવેદના અને નવીનતા પ્રત્યેની કટિબદ્ધતાના આધારસ્તંભો છે, જે ઝાયડસનો પર્યાય છે.”

નવા લોગોમાં હાર્દમાં ‘us’એટલે કે‘અમને’વ્યક્ત કરવા બે હૃદયનો સમન્વય થયો છે. હૃદય કંપનીની સર્વસમાવેશકતા વ્યક્ત કરે છે. ટીલ અને પર્પલ કલર વિજ્ઞાન અને સારવારના આધારસ્તંભોનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે ગતિશીલ ટીલ ઝાયડસની ગતિશીલતા અને કંપનીની વિજ્ઞાન પ્રત્યેની કટિબદ્ધતા વ્યક્ત કરે છે,

ત્યારે ઉદ્દેશપૂર્ણ પર્પલ સારવાર અને દેખરેખ પ્રત્યેની કટિબદ્ધતાને વ્યક્ત કરે છે. ઝાયડસના નવા લોકોમાં ‘us’ તમામ હિતધારકોનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં કર્મચારીઓ, દર્દીઓ, ડૉક્ટર્સ, રોકાણકારો, બેંકરો, બિઝનેસ પાર્ટનર્સ, એસોસિએટ્સ અને ઝાયડસની સફરમાં જોડાયેલા તમામ લોકો સામેલ છે.

ઝાયડસ એની શરૂઆતથી લોકોને તેમની પૂરી ન થતી હેલ્થકેર જરૂરિયાતો સાથે લોકોને મદદ કરવાની નવી રીતો શોધવા કટિબદ્ધ છે. ગ્રૂપ ભારતમાં અને દુનિયામાં ઘણા પ્રથમ સંશોધનો ધરાવે છે. કંપની ડાયાબેટિક ડાયસ્લિપિડેમિયાની સારવાર કરતી ‘લિપાગ્લીન’ પ્રયોગશાળામાંથી બજારમાં એનસીઇ પ્રસ્તુત કરનાર પ્રથમ ભારતીય ફાર્મા કંપની હતી.

બાઇલિપ્સા નોન આલ્કોહોલિક ફેટ્ટી લિવર ડિસીઝ (એનએએફએલડી) અને નોન આલ્કોહોલિક સ્ટેટોહિપેટાઇટિસ (એનએએસએચ) માટે મંજૂરી મેળવનારી દુનિયામાં કોઈ પણ જગ્યાએ પ્રથમ દવા પણ છે. ક્રોનિક કિડની ડિસીઝ (સીકેડી)થી પીડિત દર્દીઓમાં એનીમિયા માટે ડેસિડ્યુસ્ટેટ નવી ઓરલ સ્મોલ મોલીક્યુલ હાયપોક્સિયા-ઇન્ડ્યુસિબ્લ ફેક્ટર પ્રોલીલ હાઇડ્રોક્સીલેઝ (એચઆઇએફ-પીએચ) અવરોધક છે,

જે ડીસીજીઆઈ પાસેથી મંજૂરીની રાહ જુએ છે. મેલેરિયા એક રોગચાળા તરીકે જળવાઈ રહ્યો છે અને દુનિયા આ ઉષ્ણકટિબંધીય રોગ સામે ઝઝૂમી રહી છે, જે દર વર્ષે લાખો લોકોને અસર કરે છે. એમએમવી સાથે જોડાણમાં ઝાયડસે ZY19489 વિકસાવી છે,

જે મેલેરિયા માટે ઝડપથી કામગીરી કરવા, સિંગલ ડોઝમાં અસરકારક બનવાની સંભાવના ધરાવે છે. આ ઉપરાંત કંપનીની નવો ઓરલ સ્મોલ મોલીક્યુલ ZYIL1એક NLRP3 અવરોધક છે. એનસીઇ ઉપરાંત ઝાયડસ બાયોલોજિક્સ અને રસીઓ માટે મજબૂત યોજના ધરાવે છે. માનવીય ઉપયોગ માટે દુનિયાની પ્રથમ પ્લાઝમિડ ડીએનએ રસી ઝાયકોવ-ડી પણ ઝાયડસનું નવીન ઉત્પાદન છે. ટ્વિનરેબ પ્રોફીલેક્સિસ પછી હડકવા માટે પ્રથમ પ્રકારની નવી બાયોલોજિકલ દવા છે.

વર્ષ 1995થી વૃદ્ધિની અમારી સફરમાં ગ્રૂપે આંતરરાષ્ટ્રીય સ્તરે એની કામગીરીનું વિસ્તરણ કર્યું છે અને દુનિયાના 55 દેશોમાં કામગીરી ધરાવે છે. ગ્રૂપ અત્યારે દુનિયામાં 36 ઉત્પાદન પ્લાન્ટ, 8 આરએન્ડડી સેન્ટર, 1400 સંશોધક વૈજ્ઞાનિકો અને 23000 કર્મચારીઓ ધરાવે છે.

આ નવી ઓળખ સાથે કંપનીએ વિજ્ઞાન, નવીનતા અને આરોગ્ય પ્રત્યે પોતાની કામગીરીને સુસંગત કરીને એના વિઝન, મિશન અને પર્પઝનો પુનરોચ્ચાર કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.