યુક્રેનની પાસે સહયોગી દેશોમાં તૈનાત કરાશે સેના: નાટો
નવી દિલ્હી, યુક્રેન પર રશિયાના હુમલા બાદ નોટાએ મોટી જાહેરાત કરી છે. નાટો ચીફ જેન્સ સ્ટોલટેનબર્ગે કહ્યુ, અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડેન અને તેમના સમકક્ષ યુક્રેન પર રશિયાના હુમલાને ધ્યાનમાં રાખીપોતાના સહયોગી દેશોની રક્ષા માટે સેનાની તૈયાતી પર સહમત થયા છીએ. જેન્સ સ્ટોલટેનર્ગે કહ્યુ, નેતાઓએ નાટો પ્રતિક્રિયા દળની કેટલીક ત્વરિત તૈનાત થનારી ટુકળીઓ મોકલવાનો ર્નિણય કર્યો છે.
પરંતુ તેમણે તે જણાવ્યું નહીં કે કેટલા સૈનિકોની તૈનાતી કરવામાં આવશે. પરંતુ તેમણે કહ્યું, આ પગલામાં જમીની, સમુદ્રી અને વાયુ શક્તિ સામેલ છે. માનવામાં આવી રહ્યું છે કે રશિયાના રોમાનિયામાં એક જહાજ પર હુમલા બાદ આ પગલું ભરવામાં આવી રહ્યું છે.
હકીકતમાં રોમાનિયા નાટોનું સભ્ય છે. જેન્સ સ્ટોલટેનબર્ગે કહ્યુ, રશિયાનો ઉદ્દેશ્ય યુક્રેન સુધી સીમિત નથી. તેવામાં સહયોગી દેશોમાં જમીન પર, સમુદ્ર અને હવામાં નાટો રિસ્પોન્સ ફોર્સની ટુકડીઓ તૈનાત કરવાનો ર્નિણય કર્યો છે.
સ્ટોલટેનબર્ગે કહ્યુ, યુક્રેન પર રશિયાનો હુમલો યુક્રેન પર હુમલાથી વધુ છે. આ યુક્રેનમાં નિર્દોશ લોકો પર એક વિનાશકારી ભયાનક હુમલો તો છે પરંતુ આ યુરોપીય સુરક્ષા વ્યવસ્થા પર પણ હુમલો છે અને આ કારણ છે અમે તેને ગંભીરતાથી લઈ રહ્યાં છીએ. તેમણે કહ્યું, રશિયાનું લક્ષ્ય યુક્રેન સરકારને બદલવાનું છે. હું યુક્રેનના સશસ્ત્ર દળો પ્રત્યે મારૂ સન્માન વ્યક્ત કરીશ, જે ખરેખર ખુબ મોટી રશિયન સેના વિરુદ્ધ લડી અને ઉભા થઈે પોતાની બહાદુરી અને સાહસ સાબિત કરી રહ્યાં છે.SSS