જાસ્મિન બોયફ્રેન્ડ અલીના બર્થ ડે પર તેની સાથે લંડનમાં
મુંબઇ, ટીવી એક્ટર અને બિગ બોસ ૧૪ ફેમ અલી ગોનીનો ૨૫ ફેબ્રુઆરી બર્થ ડે હતો અને તેનું સેલિબ્રેશન તે લંડનમાં કર્યું, જ્યાં તેની સાથે ગર્લફ્રેન્ડ જાસ્મિન ભસીન પણ છે. અલી ગોની અને જાસ્મિન ભસીન બર્થ ડેની પૂર્વ સંધ્યાએ ડિનર ડેટ પર ગયા. એક્ટ્રેસે આ દરમિયાનની ‘બર્થ ડે બોય’ની તસવીર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે અને વિશ કરતાં હૃદયસ્પર્શી વાત પણ લખી છે.
ઉલ્લેખનીય છે કે, અલી ગોની અને જાસ્મિન ભસીન ઘણા વર્ષથી સારા મિત્રો હતા પરંતુ બિગ બોસ ૧૪ના ઘરમાં બંધ થયા બાદ તેમને પ્રેમનો અહેસાસ થયો હતો. નેશનશલ ટેલિવિઝન પર જ બંનેએ એકબીજા પ્રત્યેની લાગણી કબૂલી હતી. જાસ્મિન ભસીને બોયફ્રેન્ડ માટે લખેલી બર્થ ડે પોસ્ટની વાત કરીએ તો, તસવીરની સાથે તેણે લખ્યું છે ‘હું હંમેશા તને આ રીતે પકડી રાખવા માગુ છું મારા ચમકતા સ્ટાર.
તું મારા માટે એ જાદુ છે જેની મેં ખૂબ ધીરજથી રાહ જાેઈ હતી. મારો અમૂલ્ય રિવોર્ડ જેને હું ક્યારેય જવા નહીં દઉ. તે મને ચમકાવી છે, મને આત્મવિશ્વાસ આપ્યો છે અને સપોર્ટ પણ કર્યો છે જે કેટલીકવાર અવિશ્વસનીય છે. તે મને તારા પ્રકાશ અને સકારાત્મકતાથી ભરી દીધી છે.
આઈ લવ યુ. તું જ્યારે મારી સાથે હોય છે ત્યારે મને લાગે છે કે, આ માત્ર શરૂઆત છે અને જીવનમાં ઘણું બધુ પ્રાપ્ત કરવાનું બાકી છે. હેપ્પી બર્થ ડે અલી ગોની’. અલી ગોનીએ આભાર માનતા લખ્યું છે ‘તું બેસ્ટ છે’. તેણે કિસિંગ ઈમોજી પણ મૂક્યું છે. જાસ્મિન ભસીને આ સિવાય ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ અલી ગોનીની એક તસવીર શેર કરી છે.
જેમા તે લંડનની સ્ટ્રિટ પર માસ્ક પહેરીને ઉભો છે અને તેને વિશ કરતા એક્ટરે લખ્યું છે ‘હેપ્પી બર્થ ડે’. અલી ગોની અને જાસ્મિન ભસીને તેમણે લંડનમાં આરોગેલા ફૂડની તસવીરો પણ શેર કરી છે. જેને જાેઈને કોઈના પણ મોંમાં પાણી આવી જાય. અલી ગોનીના બર્થ ડે પર ઈન્સ્ટાગ્રામ દ્વારા તેનું સ્પેશિયલ ફિલ્ટર પર બનાવવામાં આવ્યું છે. જેનો ઉપયોગ કરીને અલી ગોનીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં ગાલ પર કિસના નિશાન છે અને ઉપર લખેલું છે ‘હેપ્પી બર્થ ડે અલી’. અલીએ આ ફિલ્ટર માટે આભાર પણ માન્યો છે.SSS