અભિજીત બિચકુલેએ કરણ કુંદ્રાને કહ્યો બેરોજગાર

મુંબઇ, રિયાલિટી શો ‘બિગ બોસ ૧૫નો કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલો અભિજીત બિચુકલે અવારનવાર ચર્ચામાં રહે છે. શોમાંથી બહાર નીકળ્યા બાદ તેણે હોસ્ટ સલમાન ખાન વિશે એલફેલ બોલ્યો હતો. આ વખતે અભિજીતના નિશાના પર ‘બિગ બોસ ૧૫’નો સેકન્ડ રનર અપ કરણ કુંદ્રા આવ્યો છે. અભિજીતે કરણને બેરોજગાર કહ્યો છે અને પોતાની મીઠાઈ વેચવાની ઓફર પણ આપી છે.
૧૫૦ રૂપિયા મજૂરી પેટે આપવાની વાત પણ અભિજીતે કરી છે. અભિજીતે પોતાના ટિ્વટમાં કરણની ગર્લફ્રેન્ડ તેજસ્વી પ્રકાશ, શમિતા શેટ્ટી, પ્રતીક સહેજપાલ અને ઉમર રિયાઝનું નામ પણ લખ્યું છે. અભિજીતે ટિ્વટ કરતાં લખ્યું, “પ્રતીક, શમિતા, તેજસ્વી, ઉમર જેવા સારા કલાકારો તો વ્યસ્ત છે. સાંભળ કરણ કુંદ્રા તું મારા પેંડાની એડ કરીશ? ૧૫૦ રૂપિયા આપીશ.
ઉલ્લેખનીય છે કે, અભિજીતે ‘બિગ બોસ ૧૫’માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી હતી. ઘરમાં તેની વિચિત્ર હરકતોના કારણે અન્ય સભ્યો પરેશાન થયા હતા. હોસ્ટ સલમાન ખાન સાથે પણ અભિજીતની બોલાચાલી થઈ હતી. તેણે એમ પણ કહી દીધું હતું કે, ‘વાળથી પકડીને ઢસડીને બહાર લઈ જઈશ.
શોમાંથી બહાર આવ્યા બાદ અભિજીત બિચકુલેએ સલમાન ખાન વિરુદ્ધ ખૂબ ઝેર ઓક્યું હતું. તેણે કહ્યું હતું કે, સલમાને અત્યાર સુધી ૧૪ સીઝન ચલાવી છે પરંતુ ૧૫મી સીઝન મારી રહી. હું તેને બતાવીશ કે હું શું છું. તેના જેવા ૧૦૦ સલમાન ઊભા કરી શકું છું. કરણ કુંદ્રાની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ ‘બિગ બોસ ૧૫’ની કો-કન્ટેસ્ટન્ટ અને સિંગર અકસા સિંહ સાથે એક મ્યૂઝિક વિડીયોમાં જાેવા મળશે.
હાલ કરણ ગોવામાં છે અને ત્યાંથી સુંદર ફોટોઝ શેર કરી રહ્યો છે. બીજી તરફ મુંબઈમાં શૂટિંગ કરી રહેલી ગર્લફ્રેન્ડ તેજસ્વી પ્રકાશ તેને ખૂબ મિસ કરે છે અને કરણને જલ્દી પાછા આવવાનું કહ્યું છે. જણાવી દઈએ કે, કરણ અને તેજસ્વીએ પણ ગોવામાં મ્યૂઝિક વિડીયો શૂટ કર્યો છે. જે પતાવીને તેજસ્વી મુંબઈ આવી હતી અને ‘નાગિન ૬’ના શૂટિંગમાં જાેડાઈ હતી.SSS