ફરહાન-શિબાની હનીમૂન માટે ક્યાં જવાના છે તેને લઈને ચર્ચા
મુંબઇ, બોલિવુડના એક્ટર-ડાયરેક્ટર ફરહાન અખ્તરે ૧૯ ફેબ્રુઆરીએ લેડી લવ શિબાની દાંડેકર સાથે ખંડાલાના ફાર્મ હાઉસમાં મિત્રો અને પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા. લગ્નના એક-બે દિવસ બાદ ફરહાન અને શિબાનીએ વેડિંગ સેરેમનીની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
જે ખૂબ વાયરલ થઈ હતી. હવે ન્યૂલીવેડ ફરહાન અને શિબાનીના હનીમૂન પ્લાન વિશે એક્ટરનાં મમ્મી હની ઈરાનીએ ખુલાસો કર્યો છે. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં પીઢ અભિનેત્રી હની ઈરાનીએ જણાવ્યું કે, કદાચ ફરહાન અને શિબાની હમણાં હનીમૂન માટે નહીં જાય.
ફરહાનના બિઝી વર્ક શિડ્યુલના કારણે કપલે હનીમૂન માટે થોડી રાહ જાેવી પડી શકે છે. હની ઈરાનીનું માનીએ તો, ફરાહન ટૂંક સમયમાં જ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનો છે અને તેમણે હાલ હનીમૂન માટે કોઈ પ્લાનિંગ નથી કર્યું.
કોરોના મહામારીના કારણે બધું જ ઉપર-નીચે થઈ ગયું છે તેમ હની ઈરાનીએ ઉમેર્યું. મુંબઈમાં ફરહાન અને શિબાનીનું રિસેપ્શન યોજાશે? આ પ્રશ્નનો જવાબ આપતાં હની ઈરાનીએ કહ્યું કે, કેટલાક મિત્રોએ ડિનરનું આમંત્રણ આપ્યું છે તેનાથી વિશેષ કશું જ નથી.
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે સાંજે ફિલ્મ પ્રોડ્યુસર રિતેશ સિદ્ધવાનીએ પોતાના ઘરે નવપરણીત શિબાની દાંડેકર અને ફરહાન અખ્તર માટે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં દીપિકા પાદુકોણ, કરીના કપૂર, મલાઈકા અરોરા, અમૃતા અરોરા, સુહાના ખાન, આર્યન ખાન, ગૌરી ખાન, ફરહા ખાન, આમીર ખાન અને દીકરી ઈરા ખાન, શબાના આઝમી-જાવેદ અખ્તર સહિત બોલિવુડના વિવિધ સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહ્યા હતા.
લગ્નની તસવીરો બાદ શિબાનીએ ‘બોહો મહેંદી સેરેમની’ની પણ સુંદર તસવીરો શેર કરી હતી. જેમાં તે ફરહાન, પોતાની બહેનપણીઓ, બહેનો અને બાકીના મિત્રો સાથે મસ્તી અને આનંદ કરતી જાેવા મળી હતી.
લગ્નની જેમ શિબાની-ફરહાનની મહેંદી સેરેમનીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. વર્કફ્રંટની વાત કરીએ તો, ફરહાન અખ્તર ટૂંક સમયમાં જ અપકમિંગ રોડ ટ્રીપ ફિલ્મ ‘જી લે ઝરા’નું શૂટિંગ કરશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, કેટરિના કૈફ અને પ્રિયંકા ચોપરા લીડ રોલમાં દેખાશે.SSS