Western Times News

Gujarati News

આકાશ-બાયજુસે અમદાવાદમાં નિકોલમાં એનું પ્રથમ ક્લાસરૂમ સેન્ટર શરૂ કર્યું

આકાશ+બાયજુસ 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 250+ સેન્ટર સાથે પરીક્ષાની તૈયારી કરવાની સેવાના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે લીડર છે, જે દર વર્ષે 2.75 લાખ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવે છે

આ અમદાવાદમાં આકાશ+બાયજુસનું પાંચમું કેન્દ્ર હશે – કંપની ચાંદખેડા, મણિનગર, આંબાવાડી અને એસ જી હાઇવે પર ચાર કેન્દ્રો ધરાવે છે

અમદાવાદ, દેશના વિવિધ વિસ્તારોમાં હજારો વિદ્યાર્થીઓનું ડૉક્ટર અને આઈઆઈટીમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન સાકાર કરવામાં મદદરૂપ થવા પોતાના નેટવર્કનું વિસ્તરણ કરવાના ઉદ્દેશને પાર પાડવા ટેસ્ટ પ્રીપેરેટરી સર્વિસીસમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી આકાશ+બાયુજસે આજે એના ગુજરાતના અમદાવાદના નિકોલમાં એના પ્રથમ ક્લાસરૂમ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. નવું કેન્દ્ર 421 વિદ્યાર્થીઓના સમાવતા 10 વર્ગખંડો ધરાવશે. Aakash Educational Services inaugurates its first Centre in Nikol Gujarat

અમદાવાદના નિકોલમાં બિલ્ડિંગ સુવાસ સ્કેલામાં બીજા માળે યુનિટ નંબર 206થી 213માં સ્થિત આ ક્લાસરૂમ સેન્ટર વિદ્યાર્થીઓને ફાઉન્ડેશનના સ્તરના અભ્યાસક્રમો સાથે મેડિકલ અને એન્જિનીયરિંગ એન્ટ્રન્સ એક્ઝામિનેશન માટે વિદ્યાર્થીઓને તૈયાર કરશે, જે તેમને પાયો મજબૂત કરવા ઉપરાંત ઓલિમ્પિયાડ્સ વગેરે વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરવામાં મદદરૂપ થશે. આ સેન્ટર ધોરણ 8થી 12 માટે ગુજરાતી માધ્યમમાં અભ્યાસક્રમો પણ ઓફર કરશે.

આ આકાશ+બાયજુસનું અમદાવાદમાં પાંચમું સેન્ટર બનશે, કારણ કે કંપની ચાંદખેડા, મણીનગર, આંબાવાડી અને એસ જી હાઇવેમાં ચાર કેન્દ્રો ધરાવે છે.

આ ક્લાસરૂમ સેન્ટરનું ઉદ્ઘાટન આકાશ+બાયજુસના રિજનલ ડિરેક્ટર શ્રી અમિત રાઠોડે કર્યું હતું. આ પ્રસંગે રિજનલ સેલ્સ એન્ડ ગ્રોથ હેડ શ્રી ગિરિશ સધવાની, ક્લસ્ટર હેડ શ્રી આશીષ સતી અને નિકોલના બ્રાન્ચ મેનેજર ગોવિંદ કુમાર ઝા પણ ઉપસ્થિત હતાં.

આ નવા કેન્દ્રના ઉદ્ઘાટન પર આકાશ+બાયજુસના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આકાશ ચૌધરીએ કહ્યું હતું કેઃ “અમદાવાદના નિકોલમાં પ્રથમ ક્લાસરૂમ સેન્ટર ઓલિમ્પિયાડમાં પાસ થવા સ્થાનિક આકાંક્ષી વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે તથા તેમનાં ડૉક્ટર અને આઈઆઈટીમાં પ્રવેશ મેળવવાનું સ્વપ્ન સાકાર કરવા તૈયારીમાં મદદરૂપ થશે.

અત્યારે આકાશ+બાયજુસ એના અખિલ ભારતીય કેન્દ્રોના નેટવર્ક દ્વારા સમગ્ર દેશમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા માટે જાણીતી સંસ્થા છે. અમારી શૈક્ષણિક સામગ્રીની ગુણવત્તા અને અમારી શિક્ષણ પદ્ધતિઓની અસરકારકતા પસંદ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં જોવા મળે છે,

જેણે અંડરગ્રેજ્યુએટ મેડિકલ અને એન્જિનીયરિંગ અભ્યાસક્રમો માટે પ્રવેશ મેળવવા ઇચ્છતાં વિદ્યાર્થીઓ માટે સૌથી વધુ પસંદગીની સંસ્થાઓ પૈકીની એક આકાશ+બાયુજસને બનાવી છે.”

શ્રી ચૌધરીએ ઉમેર્યું હતું કે, “અમને અમદાવાદના નિકોલમાં અમારું પ્રથમ ક્લાસરૂમ સેન્ટર ખોલવાની અને ગુજરાતમાં અમારી કામગીરી વધારવાની ખુશી છે.

અમારા રાષ્ટ્રીય નેટવર્કમાં આ શાખાનો ઉમેરો ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધુનિક માળખાગત સુવિધા અને સમગ્ર ભારતમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવાની અમારી કટિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, જે માટે ટેકનોલોજી-સક્ષમ વ્યવસ્થાઓનો ઉપયોગ થાય છે.”

આકાશ+બાયજુસમાં પ્રવેશ મેળવવા ઇચ્છતાં વિદ્યાર્થીઓ ઇન્સ્ટન્ટ એડમિશન કમ સ્કોલરશિપ ટેસ્ટ (આઈએસીએસટી)માં પ્રવેશ મેળવી શકે છે અથવા એએનટીએચઈ (આકાશ નેશનલ ટેલેન્ટ હન્ટ એક્ઝામ) માટે નોંધણી કરાવી શકે છે.

આકાશ+બાયજુસ પર ઓફર થતાં આ વિવિધ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને વિવિધ પરીક્ષાઓ માટે સઘન અને જબરદસ્ત તૈયારીઓ કરવા સક્ષમ બનાવશે. ઉપરાંત એક બ્રાન્ડ તરીકે એને વિશેષ બનાવે છે – એની શિક્ષણ પદ્ધતિ, જેમાં વિભાવના અને એપ્લિકેશન-આધારિત શિક્ષણને અપનાવવામાં આવ્યું છે.

આકાશ+બાયજુસમાં નિષ્ણાત ફેકલ્ટી આધુનિક અને રસપ્રદ શિક્ષણ પદ્ધતિઓને અનુસરે છે, જે વિદ્યાર્થીઓને તેમના લક્ષ્યાંકો હાંસલ કરવામાં મદદરૂપ થાય છે. એટલે આકાશ+બાયજુસનાં સફળ રેકોર્ડ માટે એની વિશિષ્ટ શિક્ષણ પ્રદાન કરવાની સિસ્ટમ જવાબદાર છે, જે પરીક્ષા કેન્દ્રિત અને પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ પર ભાર મૂકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.