સુરતમાં બબાલમાં વચ્ચે પડેલા યુવકને મળ્યું મોત
![Murder in Bus](https://westerntimesnews.in/wp-content/uploads/2020/08/mus-murder-1-1024x569.jpg)
Files Photo
(એજન્સી) સુરત, શહેરમાં હવે કાયદો અને વ્યવસ્થા જેવી કોઇ સ્થિતિ રહી નથી. રોજેરોજ દુષ્કર્મ, હત્યા, છેડતી જેવા ગુનાઓ રોજિંદી રીતે બની રહ્યા છે. સુરતમાં હત્યાનો સીલસીલો જારી છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી હતી.
વડોદ ગામમાં યુવતીની છેડતીના મુદે ઠપકો આપતા થયેલા ઝઘડામાં એક તરુણની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરાઈ હતી. આ મુદ્દે પોલીસે ગુનો નોંધી તપાસ દરમિયાન આરોપીને ગણતરના સમયમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એક દિવસ પહેલા સુરતના વડોદ સ્થિત ગણેશ નગરમાં રહેતા અભિષેકસિંગ રમાશંકરસિંગ રાજપુતના મિત્ર ઉમાશંકર ઉર્ફે સંકેતની બહેન પર પાંડેસરા હાઉસિંગ વિસ્તારમાં રહેતો રોહીત યાદવ કોમેન્ટ કરતો હતો. જેથી રોહિતને સમજાવવા તેના ભાઈ અને મિત્ર ગયા હતા. જેથી તેઓની વચ્ચે ઝઘડો થયો હતો.
આ દરમ્યાન રોહિતે તેના મિત્ર ઉમાશંકર ઉર્ફે સંકેતને ગાળો આપી ગાલ પર બે તમાચા મારી દીધા હતા. જેથી અભિષેકનો ભાઈ આદર્શ ઉર્ફે રાહુલ વચ્ચે પડતા ઉશ્કેરાયેલા રોહિતે તેની પાસે રહેલા ચપ્પુ વડે રાહુલના છાતી ભાગે એક ઘા મારી ગંભીર ઈજાઓ પહોચાડી હતી. છાતીના ભાગે ઘા વાગતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો.